
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે નીકાળવામાં આવેલી રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ નેપળનો નહીં પરંતુ સિક્કિમ ખાતે લિંબુ જનજાતિ સમુદાયના લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદીના સવાગતમાટે નીકાળવામાં આવેલી રેલીનો છે. આ વીડિયોને નેપાળ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારતમાં અમુક લોકોને મોદી ગમતા નથી નેપાળમાં મોદી મોદીની રાહ જોઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે.
https://archive.org/details/recording-2025-09-15-15-2-13
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને લોકોના હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેનું એક પોસ્ટર જોવા મળ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

આ બેનરમાં અંગ્રેજીમાં લખ્યું છે: “સિક્કિમના લિમ્બુ આદિવાસીઓ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સિક્કિમમાં સ્વાગત કરે છે.” આ બેનરમાં ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ પણ છે. બેનર પર સિક્કિમ સરકારનું પ્રતીક પણ જોવા મળે છે.

Image Source – Amar Chithra Katha
અમારી વધુ તપાસમાં અમે આ બેનરને ધ્યાનથી જોતાં અમને તેના પર Sukhim Yakthung Sapsok Songchumbho એવું લખાણ જોવા મળ્યું હતું. જેના આધારે અમે આગળ સર્ચ કરતાં અમને આ જ નામ સાથેનું એક ફેસબુક પેજ પ્રાપ્ત થયું હતું. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ બેનર અને લોકો સાથેનો વીડિયો 30 મે, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એી માહિતી આપવામાં આવી હતી કે, 29 મે, 2025ના રોજ સિક્કિમ રાજ્યના સ્થાપનાની 50મી વર્ષગાંઠના સમારોહમાં વડાપ્રધાન મોદી મુખ્ય મહેમાન હતા તેમના સ્વાગતમાં લિંબુ જાતિના આદિવાસી સમુદાયના લોકો દ્વારા તેમના સ્વાગતમાં નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. તમે નીચે આ કાર્યક્રમનો વીડિયો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે નીકાળવામાં આવેલી રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ નેપળનો નહીં પરંતુ સિક્કિમ ખાતે લિંબુ જનજાતિ સમુદાયના લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદીના સવાગતમાટે નીકાળવામાં આવેલી રેલીનો છે. આ વીડિયોને નેપાળ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો નેપાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
