જાણો હરિયાણામાં રાજપૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનને નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાએ હરિયાણામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાનો નહીં પરંતુ આગ્રા ખાતે સપા સાંસદ રામજીલાલ સુમનના ઘરે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. આ વીડિયોને હરિયાણા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાણા સાંગા પર કરેલી સંસદમાં અભદ્ર ટિપ્પણી રાજપુત સમાજ નહીં સહેગા હરિયાણામાં રાજપુત યુવાનો ઉગ્ર વિરોધ… આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાએ હરિયાણામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર ધ ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા 26 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેના દ્વારા આગ્રામાં તેમના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. TV9 Bharatvarsh | Janstta | NDTV India

ABP News દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર 26 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

ScreenShot Tool -20250401165843.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાનો નહીં પરંતુ આગ્રા ખાતે સપા સાંસદ રામજીલાલ સુમનના ઘરે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. આ વીડિયોને હરિયાણા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો હરિયાણામાં રાજપૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનને નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False