જાણો દારુના અડ્ડાનો નાશ કરી રહેલી મહિલાઓના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુના અડ્ડા પર તોડફોડ કરી રહેલી મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિલાઓ દ્વારા દારુના અડ્ડાનો નાશ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલાઓ દ્વારા દારુના અડ્ડાનો નાશ કરવામાં આવ્યો હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના લલિતપુર ખાતે બનેલી ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 4 ફેબ્રુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે મહિલાઓની તાકાત, જે કામ સરકાર નથી કરી શકતી તે કામ મહિલાઓએ કરી બતાવ્યું!. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિલાઓ દ્વારા દારુના અડ્ડાનો નાશ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો સાથેના સમાચાર ibc24.in દ્વારા 4 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના લલિતપુર ખાતે શરાબી પતિઓથી પરેશાન મહિલાઓએ દારુના અડ્ડા પર જઈને બબાલ કરી અને તોડફોડ પણ કરી હતી.. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. 

આ જ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અમને News 18 UP Uttarakhand દ્વારા પણ 3 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ આ જ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News 24 | India TV

અમારી વધુ તપાસમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ગુજરાત સિવાય બીજા કયા રાજ્યોમાં દારુબંધી છે? તો અમને ગૂગલ પરની માહિતીમાં એ જાણવા મળ્યું હતું કે, બિહાર, ગુજરાત, નાગાલેન્ડ, મિઝોરમ અને લક્ષદ્વીપમાં પણ દારુબંધી છે. જ્યારે વાયરલ વીડિયો ઉત્તરપ્રદેશનો છે જ્યાં દારુબંધી નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક63 હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલાઓ દ્વારા દારુના અડ્ડાનો નાશ કરવામાં આવ્યો હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ ઉત્તરપ્રદેશના લલિતપુર ખાતે બનેલી ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો દારુના અડ્ડાનો નાશ કરી રહેલી મહિલાઓના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas  

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *