
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, UGC કાયદા પર અમિત શાહે એવું કહ્યું કે, આ સંસદનો કાયદો છે, બધાએ સ્વીકાર કરવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ UGC બિલના કાયદાનો નહીં પરંતુ વર્ષ 2025માં વકફ સંશોધન બિલ વિશે આપવામાં આવેલા નિવેદનનો છે. આ વીડિયોને UGC કાયદા સાથે કોઈ જ સંબંધ નથી.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, મોટાભાઈ બોલે એટલે લોઢા માં લીટો કરો વિરોધ અંધ ભગતો 🤣🤣🤣 આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, UGC કાયદા પર અમિત શાહે એવું કહ્યું કે, આ સંસદનો કાયદો છે, બધાએ સ્વીકાર કરવો પડશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા અમિત શાહના આ જ નિવેદન સાથેનો વીડિયો તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 3 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વકફ અંગે સંસદમાં જે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તે ભારત સરકારનો કાયદો છે, અને દરેકે તેને સ્વીકારવો પડશે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અમિત શાહે આ નિવેદન વકફ સંશોધન બિલ માટે આપ્યું હતું.
આ જ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Republic Bharat | Business Standard
ANI દ્વારા પણ આ જ વીડિયો 2 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ UGC બિલના કાયદાનો નહીં પરંતુ વર્ષ 2025માં વકફ સંશોધન બિલ વિશે આપવામાં આવેલા નિવેદનનો છે. આ વીડિયોને UGC કાયદા સાથે કોઈ જ સંબંધ નથી.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો UGC કાયદા પર બોલી રહેલા અમિત શાહના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context


