શું ખરેખર ડુપ્લીકેટ કાજુ બનાવવાની ફેક્ટરીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાજુ જેવા આકારમાં અંતિમ વસ્તુ નીકળતી જોવા મળે છે. જે વીડિયોમાં સંપૂર્ણ પ્રોસેસ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો નકલી કાજુ બનાવવાની ફેક્ટરીનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો નકલી કાજુ બનાવવાની ફેક્ટરીનો છે.”

https://archive.org/details/fb-video_202410

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્સટાગ્રામ પર આ સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મેક્રોની પાસ્તા બનાવતી ફેક્ટરીનો છે.

તેમજ યુટ્યુબ પર સર્ચ કરતા અમને આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મેક્રોની પાસ્તા બનાવતી ફેક્ટરીનો વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ આ જ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ પ્રકારના પાસ્તા બનાવતી અન્ય ફેક્ટરીનો વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ આ જ પ્રકારના વીડિયો આ પહેલા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેનુ ફેક્ટચેક પણ ગુજરાતી ફેક્ટક્રેસન્ડોની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નકલી કાજુનો નહીં પરંતુ મેક્રોની પાસ્તા બનાવતી ફેક્ટરીનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)