કેરળના કોઝિકોડમાં રસ્તા પર પાણીની પાઈપલાઈન ફાટવાનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ કેરળના કોઝિકડનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં રસ્તા પર ફુવારાની જેમ પાણી નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તાની વચ્ચે પાણી ઉડવાનો આ વીડિયો ગુજરાતનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રસ્તાની વચ્ચે પાણી ઉડવાનો આ વીડિયો ગુજરાતનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને વાયરલ વીડિયો સાથે 25મી ફેબ્રુઆરી 2024ની એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “કેરળના જાપાન દ્વારા ભંડોળ પૂરુ પાડવામાં આવેલ પાણી પુરવઠા પ્રોજેક્ટમાં પાઇપ ફાટવાને કારણે કુન્નમંગલમ ખાતે કોઝિકોડ-વાયનાડ નેશનલ હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો.” પાઈપ ફાટ્યા પછી, રસ્તો તૂટી ગયો અને ફુવારો વીજલાઈન સાથે અથડાયો.” 

Archive

તેમજ ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 25 ફેબ્રુઆરી 2024ના રોજ મલયાલમ ભાષામાં જન્મ ટીવી દ્વારા પ્રકાશિત એક સમાચાર અહેવાલ મળ્યો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ઘટના કોઝિકોડના એક નેશનલ હાઈવે પર બની હતી. કોઝિકોડના કુંડમંગલમમાં પીવાના પાણીની પાઈપ ફાટવાને કારણે કેટલાક કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.” 

Janamtv | Archive 

તેમજ મનોરમા ન્યુઝ દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ પાઈપલાઈન કેરળ વોટર મિશનનો ભાગ છે. એક જાપાની બેંકે તેને બનાવવામાં મદદ કરી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ કેરળના કોઝિકડનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કેરળના કોઝિકોડમાં રસ્તા પર પાણીની પાઈપલાઈન ફાટવાનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False