વાયરલ વીડિયો 2023માં ઉત્તર પ્રદેશના લખનઉંમાં બનેલી ઘટનાનો છે, જ્યારે પ્રદીપ પાંડે નામના પોલીસ ઈન્સ્પેક્ટરની ઉત્તર પ્રદેશના એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

1 જુલાઈથી, ત્રણ નવા કાયદા – ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) અને ભારતીય પુરાવા અધિનિયમ – દેશમાં IPC, CRPC અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ અમલમાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં વકીલના વેશમાં એક વ્યક્તિ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી હતી. આ પોસ્ટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નવા કાયદાના અમલી કરણ બાદ પોલીસ ઈન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નવા કાયદાના અમલી કરણ બાદ પોલીસ ઈન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 17 જૂન, 2023 ના રોજ રવિન્દ્ર કુમાર જયસ્વાલ નામની યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “યોગીરાજમાં જે પણ લાંચમાં સામેલ થશે તેનું પરિણામ એકસરખું થશે, પછી તે પોલીસ હોય કે રાજકારણીઓ, મામલો પોલીસ સ્ટેશન BKT લખનઉંનો છે.”
આ ક્લુના આધારે અમે આ ઘટના સંબંધિત ઘણા સમાચાર મળ્યા. અમને જૂન 2023માં દૈનિક ભાસ્કરની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચાર મળ્યા. વાયરલ વીડિયોમાંથી પોલીસકર્મી પણ અહીં હાજર તસવીરમાં જોઈ શકાય છે. સમાચાર સાથે માહિતી આપવામાં આવી હતી “લખનઉંના BKT પોલીસ સ્ટેશનના SI લાંચ લેતા પકડાયા: એન્ટી કરપ્શન ટીમે પોલીસ સ્ટેશનના પરિસરમાંથી 13 હજાર રૂપિયા લેતા ઝડપ્યા હતા, જે જમીન વિવાદનો કેસ હતો.”
તેમજ અમર ઉજાલા દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ તેમની વેબસાઈટ પર પ્રસારિત કર્યો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં નવા કાનૂન લાગુ થયા બાદનો નહીં પરંતુ વર્ષ 2023નો લખનઉંનો છે જેમાં એસઆઈને પોલીસ ઇન્સપેક્ટર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વર્ષ 2023ના વીડિયોને હાલનો નવા કાયદા બાદનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
