
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓની વચ્ચે થઈ રહેલ કૃષ્ણ અને રામ ધૂનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કથા અને સત્સંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ કર્મચારીઓની વચ્ચે થઈ રહેલ કૃષ્ણ અને રામ ધૂનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઉત્તરપ્રદેશ પોલીસનો નહીં પરંતુ હરિયાણા પોલીસ દ્વારા ક્રાઈમ રિવ્યૂ મિટીંગમાં કરવામાં આવેલા ભજનનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 29 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભૈ Up નાં cm એ હમણાં કથા કરવી ટી અને સત્સંગ રાખ્યો હતો.. કેમનું કરશું. હાઇ કોર્ટ મા કેશ કરસો????. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, , ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કથા અને સત્સંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર લાઈવ હિંદુસ્તાન દ્વારા 27 ઓક્ટોમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હરિયાણા પોલીસ દ્વારા ક્રાઈમ રિવ્યૂ મિટીંગમાં ભજન કિર્તન કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે.
ઉપરોક્ત આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. The News Launcher | Special Coverage News
અમારી વધુ તપાસમાં અમને News 24 દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર 27 ઓક્ટોમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ કર્મચારીઓની વચ્ચે થઈ રહેલ કૃષ્ણ અને રામ ધૂનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઉત્તરપ્રદેશ પોલીસનો નહીં પરંતુ હરિયાણા પોલીસ દ્વારા ક્રાઈમ રિવ્યૂ મિટીંગમાં કરવામાં આવેલા ભજનનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો ઉત્તરપ્રદેશ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: DrabantiGhoshResult: False
