
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર ખાતે ગાડીમાં આગ લાગી હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિસનગરનો નહીં પરંતુ સુરત ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 4 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિસનગરમાં કચરાના લીધે આગ લાગી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર ખાતે ગાડીમાં આગ લાગી હોવાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 28 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આ હતી કે, આ વીડિયો સુરતના કતારગામ વિસ્તારનો છે જ્યાં કચરો સળગાવવા જતાં એક કારમાં આગ લાગી હતી.
અમારી વધુ તપાસનમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Buletin India Live | Manav Prabha News TV
આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વિસનગરના દિવ્યભાસ્કરના પત્રકાર સાથે વાતચીત કરતાં તેઓએ મને જણાવ્યું હતું કે, “આ વીડિયો વિસનગરનો નથી અને આવી કોઈ ઘટના હમણાં વિસનગરમાં બની નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિસનગરનો નહીં પરંતુ સુરત ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો વિસનગર ખાતે વિમાન ગાડીમાં આગ લાગી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
