ગોતામાં બાળકીને ઉપાડી જતી ગેંગ સક્રિય હોવાના નામે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ખોટો છે… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

બાળક ચોરીના નામે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ બાળક ચોરીની ઘટનાને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ ઘણા લોકો તેનો ભોગ બની રહ્યા છે. હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને એક સોસાયટીના લોકો એક મહિલાને ટોળામાં મારમારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના ગોતામાં ચાર દિવસની રેકી બાદ મહિલા બાળકને ઉઠાવવા આવી હતી જેને પકડી પાડવામાં આવી.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

પરંતુ આ પરિણામોમાં અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને અમદાવાદ ન્યુઝ એન અપડેટ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર આપવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ શંકાસ્પદ મહિલાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે ગોરવા, વડોદરા રહે છે અને પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઇ હતી. બાદમાં તેના પતિને ફોન કરી વેરિફાઇ કરવામાં આવી હતી. આ બાબતે કોઇ ગુનાહિત બનાવ જણાઇ ન આવતા, શંકાસ્પદ મહિલાનું નિવેદન મેળવી તેને તેના પતિને સોંપવામાં આવી છે. ક ડાયરીમાં નોંધ કરવામાં આવી છે.

ત્યારબાદ અમે આ વિષ્ણુધારા સોસાયટીના રહીશો સાથે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ મહિલા સોસાયટીમાં આવી એક બાળક સાથે વાત કરી રહી હતી. જ્યારે તેની માતાને શંકા જતા તેણે સોસાયટીના લોકોને બોલાવ્યા હતા. જ્યા આ મહિલાને બાળક ચોર સમજીને મારમારવામાં આવી રહી હતી, ત્યારે કોઈએ 112ને ફોન કરીને જાણ કરતા પોલીસ તેને લઈ ગઈ હતી.

ત્યારબાદ અમે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “બાળક ચોરી કરવા આવી હોવાની વાત તદ્દન ખોટી છે. મહિલાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે ગોરવા, વડોદરાની રહેવાસ છે. પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઇ હતી. બાદમાં તેના પતિને ફોન કરી ચકાસણી કરવામાં આવી હતી. અને આ બાબતે કોઇ ગુનાહિત બનાવ જણાઇ ન આવતા, શંકાસ્પદ મહિલાનું નિવેદન મેળવી નોંધ કરી છોડી દેવામાં આવી હતી.

થોડા સમય પહેલા પણ સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ બાળક ચોરીની અફવાનો ભોગ એક મહિલા બની હતી. જેની પડતાલ પણ ગુજરાતી ફેક્ટ ક્રેસન્ડો ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલા બાળક ચોરી કરવા આવી હોવાની વાત તદ્દન ખોટી છે. આ મહિલા વડોદરાની રહેવાસી છે પોલીસ દ્વારા વેરિફાઈ કર્યા બાદ આ મહિલાને છોડી મુકવામાં આવી હતી.

Result Stamp

Title: ગોતામાં બાળકીને ઉપાડી જતી ગેંગ સક્રિય હોવાના નામે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ખોટો છે… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *