જાણો IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ અંગેની એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે IT રિટર્ન 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકારના આયકર વિભાગ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી જ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે એવી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે IT રિટર્ન 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 22 જુલાઈ, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 31 જુલાઈ સુધી જ ભરી શકાશે IT રિટર્ન.

Archive

અમારી વધુ તપાસમાં અમને આયકર વિભાગના ભારત સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

https://twitter.com/IncomeTaxIndia/status/1815306542037754306

વધુમાં ઇન્કમ ટેક્સ વિભાગે એક અન્ય ટ્વિટ પણ કરી હતી. જેમાં કરદાતાઓને કોઈ ફ્રોડ મૅસેજનો ભોગ ન બનવા ચેતવણી આપવામાં આવી છે તેમજ 31 જુલાઈ સુધીમાં આઈટી રિટર્ન ફાઇલ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.

https://twitter.com/IncomeTaxIndia/status/1815395980897927643

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકારના આયકર વિભાગ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી જ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે એવી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False