
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી અને 5 લોકોનાં મોત થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અમદાવાદનો નહીં પરંતુ હૈદરાબાદ રામકોટ વિસ્તારમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને અમદાવાદમાં સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 28 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, અમદાવાદ મા ફટાકડા ની દુકાન મા આગ. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી અને 5 લોકોનાં મોત થયા તેનો આ વીડિયો છે.
https://vimeo.com/manage/videos/1024658578
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર BBC News Hindi દ્વારા 29 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હૈદરાબાદના રામકોટ વિસ્તારમાં પારસ ફાયર વર્કસ નામની એક ફટાકડાની દુકાનમાં આચાનક આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી હતી તેનો આ વીડિયો છે.
ઉપરોક્ત આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Aaj Tak | ABP NEWS
અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 27 ઓક્ટોમ્બર, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સુલતાન બજારના મદદનીશ પોલીસ કમિશનર કે. શંકરે જણાવ્યું હતું કે, “દુકાન પાસે કોઈ પ્રમાણપત્ર નહોતું. આ એક ગેરકાયદેસર દુકાન હતી. અમે તેમની સામે કડક કાર્યવાહી કરીશું. રાત્રે 10:30 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં 7-8 કાર પણ બળી ગઈ હતી. જ્યારે એક મહિલાને સામાન્ય ઈજા થઈ છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે ઘટના બની છે એ અમદાવાદ નહીં પરંતુ હૈદરાબાદમાં બનેલી ઘટના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અમદાવાદનો નહીં પરંતુ હૈદરાબાદ રામકોટ વિસ્તારમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને અમદાવાદમાં સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
