
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. આ ફોટોને જવાહરલાલ નહેરુ સાથે કોઈ જ સંબંધ નથી.આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા27 ઓક્ટોમ્બર,2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગોપાલના લક્ષણો પણ same to same નેહરુ જેવાજ છે.રંગીલા ગોપાલ. આ ફોટો સાથેના લખાણમાંએવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમેપોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો Hampstead Theatre નામની વબસાઈટ પર વર્ષ 2013માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો એક નાટક Drawing the line ના એક દ્રશ્યનો છે. આ સત્તાવાર વેબસાઇટ પર એવી માહિતી આપવામાં આવી છે કે, આ નાટકમાં અભિનેતા લકી બ્લેકે પંડિત નેહરુની ભૂમિકા ભજવી હતી અને અભિનેત્રી સિલ્સા કાર્સને એડવિના માઉન્ટબેટનની ભૂમિકા ભજવી હતી.
આજ ફોટો અને માહિતી અમને અન્ય વેબસાઈટ પર પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. historyworkshop.org.uk | theartsdesk.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે,પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. આ ફોટોને જવાહરલાલ નહેરુ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
