
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી યોજનાની માહિતી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા દીકરીઓને ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી આપવાની યોજના બનાવવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દીકરીઓને ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી આપવાની યોજનાની જે માહિતી આપવામાં આવી છે એ અધૂરી છે. વાસ્તવમાં આ પ્રકારની કોઈ જ યોજના સરકાર દ્વારા શરુ કરવામાં આવી નથી. સરકાર દ્વારા જ આ મહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 15 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ફ્રી સ્કૂટી યોજના 2025👉:. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા દીકરીઓને ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી આપવાની યોજના બનાવવામાં આવી.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સરકારની વેબસાઈટ કે અન્ય કોઈ સમાચારમાં આ પ્રકારની કોઈ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હોય એવી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 23 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત આ જ માહિતી સાથેના સમાચર અમને સંદેશ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા પણ 26 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.
પોસ્ટમાં મૂકવામાં આવેલી લિંક પર ક્લિક કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આ યોજના હરિયાણા સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તો અમે હરિયાણા સરકારની આ યોજના વિશે સર્ચ કરતાં અમને હરિયાણા સરકારની લેબર વિભાગની વેબસાઈટ પર જાણવા મળ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે નોંધાયેલા બાંધકામ શ્રમિકની પુત્રીને ગતિશીલતા સરળ બનાવવા માટે ઈલેક્ટ્રિક સ્કૂટીની ખરીદી કરવા આ બોર્ડ ઈ-રૂપિયાના રૂપમાં રૂ. 5૦,૦૦૦/- અથવા વાસ્તવિક એક્સ-શોરૂમ કિંમત, જે ઓછી હશે તે પ્રોત્સાહન સ્વરુપે આપશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દીકરીઓને ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી આપવાની યોજનાની જે માહિતી આપવામાં આવી છે એ અધૂરી છે. વાસ્તવમાં આ પ્રકારની કોઈ જ યોજના સરકાર દ્વારા શરુ કરવામાં આવી નથી. સરકાર દ્વારા જ આ મહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો સરકાર દ્વારા ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી યોજનાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context


