જાણો તાજેતરમાં બારામતી ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત કપૂરના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ફોટા સાથેની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારની સાથે મૃત્યુ પામેલા લોકોના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ફોટા સાથેની જે પોસ્ટ મૂકવામાં આવી છે એમાં બાકીના બધા લોકોના ફોટા બરાબર ચે પરંતુ વિમાનના પુરુષ કેપ્ટન સુમિત કપૂરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વ્યક્તિ કેપ્ટન સાહિલ મદાન છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, પિંકી માલી, વિદિપ જાધવ, કેપ્ટન શાંભવી પાઠક અને કેપ્ટન સુમિત કપૂર સાથે અજિત પવાર. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારની સાથે મૃત્યુ પામેલા લોકોના આ ફોટા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ માહિતી સાથેના સમાચાર NDTV દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં મૂકવામાં આવેલો કેપ્ટન સુમિત કપૂરનો ફોટો વાયરલ ફોટોથી ખૂબ જ અલગ જ છે જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત આ જ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com | indiatoday.in

અમારી વધુ તપાસમાં અમને ‘ડીએનએ ઇન્ડિયા’ની 28 જાન્યુઆરી, 2026ની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા સંજમ સાહની નામની એક મહિલાએ લખ્યું, “કૃપા કરીને આ સમાચાર દૂર કરો. કેપ્ટન સાહિલ મદન મારા પતિ છે, અને તે એ વિમાનમાં નહોતા. કૃપા કરીને તમારી હકીકત સાચી કરો.” આ પોસ્ટકાર્ડ, જેમાં સાહિલ મદનનો ફોટો હતો, તેમાં જણાવાયું હતું કે, બારામતીમાં ક્રેશ થયેલા વિમાનનો પાયલોટ સાહિલ હતો.

તાય્ર બાદ અમે વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજથી સર્ચ કરતાં અમને સાહિલ મદન નામના વ્યક્તિની લિંક્ડઇન પ્રોફાઇલ મળી. ત્યાં આપેલી માહિતી મુજબ, તે VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડમાં પણ કામ કરે છે. બારામતી અકસ્માતમાં સામેલ વિમાન આ જ કંપનીનું હતું.

નીચે તમે વાયરલ ફોટો અને બારામતી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત કપૂરના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ફોટા સાથેની જે પોસ્ટ મૂકવામાં આવી છે એમાં બાકીના બધા લોકોના ફોટા બરાબર ચે પરંતુ વિમાનના પુરુષ કેપ્ટન સુમિત કપૂરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વ્યક્તિ કેપ્ટન સાહિલ મદાન છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં બારામતી ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત કપૂરના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas  

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *