પેલેસ્ટાઇનનો જૂનો વીડિયો અમદાવાદની બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના પછી કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને બચાવવા માટે એક વ્યક્તિ કાટમાળ પર હથોડી મારી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઘટના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં બચાવ કામગીરી દરમિયાનની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ઘટના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં બચાવ કામગીરી દરમિયાનની છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને 22 મે 2025 ના રોજ એક ટ્વિટ મળ્યું જેમાં વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો હતો. ટ્વિટમાં લખ્યું હતું, “ઈઝરાયલે આ કર્યું!

ઝાયોનિઝમ દુષ્ટ છે.” 

Archive 

આ વીડિયોમાં એક વ્યક્તિ મશીન વડે કોંક્રિટના થાંભલાને કાપી રહ્યો છે. આ વીડિયોમાં, આપણે વાયરલ વીડિયોમાં કાટમાળ પર હથોડી મારતા માણસને જોઈ શકીએ છીએ.

વધુમાં, અન્ય સમાનતાઓ પણ છે જે નીચે જોઈ શકાય છે.

આગળ વધતાં, અમને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મળી જ્યાં વાયરલ વીડિયો 27 મે 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. કેપ્શન મુજબ, વીડિયો પેલેસ્ટાઇનનો છે. 

https://www.instagram.com/reel/DKJeozSyNNQ/?utm_source=ig_web_copy_link

અમને ગાઝા, પેલેસ્ટાઇનના ફોટો જર્નાલિસ્ટ બદ્ર તબાશના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ વીડિયો મળ્યો, જેને 21 મે 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. પોસ્ટ મુજબ, આ વીડિયો ખાન યુનિસ, પેલેસ્ટાઇનનો છે.

Archive

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો જૂનો છે અને અમદાવાદ પ્લેન ક્રેશ સાથે તેનો કોઈ સંબંધ નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં અમદાવાદ પ્લેન ક્રેશ પછી બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં બચાવ કામગીરીનો નથી. આ પેલેસ્ટાઇનનો એક જૂનો વીડિયો છે જે મે 2025 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પેલેસ્ટાઇનનો જૂનો વીડિયો અમદાવાદની બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *