
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થતાંની સાથે જ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી ભાવુક થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં લોકસભામાં થઈ રહેલી ચર્ચા દરમિયાનનો છે. આ વીડિયોને વક્ફ સંશોધન બિલ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 4 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ૧૫ મિનિટ માગવા વાળા આ સુવર ની હાલત વકફ સંશોધન બિલ પાસ થવાથી કેવી થઈ ગઈ છે જોયું…
પણ આ હાલત શું કામ થઈ ખબર છે તમને નહીં ખબર હોય તો હુ બતાવું ,,
કારણ કે આ મુલ્લાં ઓવૈસી એ વફક્ બોર્ડ ની હજારો વીઘા જમીન ઉપર પોતાની બેનામી સંપતિ સ્કુલ. કોલેજ, હોટેલ જેવી પોતાના માલિકી બનાવી દીધી છે. આવતા વર્ષે મા એના ઉપર બુલડોઝર સાલવાનું છે એ નક્કી છે એટલે..! આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થતાંની સાથે જ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી ભાવુક થયા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર AIMIMના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 7 ઓગસ્ટ, 2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અસદુદ્દીન ઓવૈસીએ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગ પરના ટેક્સનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સંસદ ટીવીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ 7 ઓગસ્ટ, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં તમે વાયરલ વીડિયો 4.32 મિનિટ પછી જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ થયું તે વખતે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી દ્વારા આ બિલના વિરોધમાં ભાષણ આપવામાં આવ્યું હતું તે વીડિયો પણ સંસદ ટીવીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 2 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં અસદુદ્દીન ઓવૈસીના કપડાં અને વાયરલ વીડિયોમાં પહેરેલા કપડાં અલગ હોવાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો જૂનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં લોકસભામાં થઈ રહેલી ચર્ચા દરમિયાનનો છે. આ વીડિયોને વક્ફ સંશોધન બિલ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો વક્ફ સંશોધન બિલ પાસ થતાં ભાવુક થયેલા અસદુદ્દીન ઓવૈસીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
