
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમરનાથ મહાદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🙏🌺 ॐ नमः शिवाय 🙏🌺
🚩🔆🔱🚩💐🙏आदेश जय गुरुदेव 🚩🔆🔱🚩💐
🙏आदेश जय महाकाल 🚩
🔆🔱🚩💐🙏 आदेश जय विक्रांत भैरव 🚩🔆🔱🚩💐🙏
🚩🕉️🔱 હર હર મહાદેવ 🔱🕉️🚩
🕉️🔱 અમરનાથ મહાદેવ ના પ્રથમ દર્શન🔱🕉️🚩
આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને Patan City – પાટણ નામના ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો જોવા મળ્યો હતો. જે વીડિયો 7 મે, 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેનાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.
ઉપરોક્ત આજ વીડિયો અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ વર્ષ 2022 માં પોસ્ટ કરવામાં આવ્યો હતો જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2
અમારી વધુ તપાસમાં અમને એક ટ્વિટર યુઝર દ્વારા પણ આજ વીડિયો વર્ષ 2022 માં પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
https://twitter.com/LakshmiKant2007/status/1543156272903880704
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો તાજેતરમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
