પહાડ પરથી કાર પર પથ્થર પડવાનો જૂનો વીડિયો હાલની ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2023માં નાગાલેન્ડમાં કોહિમા-દિમાપુર હાઈ-વે પર વાહનો પર એક પથ્થર પડ્યો હતો તેનો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતનો આ જ વીડિયો હવે તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ દરમિયાન, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર વાહનો પાર્ક કરેલા જોઈ શકાય છે, પછી અચાનક વાહનો પર પથ્થર પડે છે, જેના કારણે કાર ચકનાચૂર થઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ભૂસ્લન દરમિયાન રસ્તા પર કાર પર પથ્થર પડ્યાનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ભૂસ્લન દરમિયાન રસ્તા પર કાર પર પથ્થર પડ્યાનો વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને timesnownews.comની વેબસાઇટ પર વાયરલ વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. 14 જુલાઈ 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવાયું છે કે, “આ અકસ્માત 3 જુલાઈના રોજ નાગાલેન્ડના ચુમોકેડિમા જિલ્લા નજીક નેશનલ હાઇવે 29 પર થયો હતો. પર્વત પરથી એક વિશાળ ખડક નીચે પડી ગયો હતો જેના કારણે બે કાર કચડી ગઈ હતી અને બે અન્ય કારને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.” 

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને NBC ન્યૂઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો એક વીડિયો પણ મળી આવ્યો હતો. 10 જુલાઈ 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં, આ અકસ્માત નાગાલેન્ડનો હોવાનું કહેવાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2023માં નાગાલેન્ડમાં કોહિમા-દિમાપુર હાઈ-વે પર વાહનો પર એક પથ્થર પડ્યો હતો તેનો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતનો આ જ વીડિયો હવે તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પહાડ પરથી કાર પર પથ્થર પડવાનો જૂનો વીડિયો હાલની ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *