
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના પર કરેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 10 મે, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
ભારતે પાકિસ્તાન પર બેલિસ્ટિક મિસાઇલો છોડી, લાહોર અને કરાચીના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના પર કરેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર NDTV દ્વારા 2 ઓક્ટોમ્બર, 2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાંનો છે.
આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. NEWS9LIVE | News Nation
આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર thestatesman.com દ્વારા પણ 1 ઓક્ટોમ્બર, 2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાનના પર કરેલા મિસાઈલ હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
