પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ઓરિજનલ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. લોકજાગૃતી તેમજ મનોરંજન માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો.

મેટ્રો સ્ટેશન પરથી છોકરાઓ એક બાળકનું અપહરણ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પીળા રંગનું હૂડી પહેરેલો એક માણસ મેટ્રો સ્ટેશન પર ઉભો જોવા મળે છે, તેના એક હાથમાં ફોન અને બીજા હાથમાં બાળક છે. નજીકમાં ઉભેલા બે છોકરાઓ થોડીવાર આ માણસને જુએ છે અને પછી એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે છે. અને થોડી જ વારમાં, એક માણસ બાળકને ઉપાડીને લઈ જાય છે. વાયરલ વીડિયોને વાસ્તવિક ગણાવીને એ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર બે છોકરાઓએ ખુલ્લેઆમ એક બાળકનું અપહરણ કર્યું.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોમાંથી કેટલીક તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને ઇન્સ્ટાગ્રામ રીલ પર વાયરલ વીડિયો મળ્યો. અહીં ‘ઓફિશિયલ રાજ ઠાકુર’ નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે આ વીડિયો શેર કર્યો છે.
આ ઉપરાંત, અમને રાજ ઠાકુરની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો પણ મળ્યો. અહીં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાયરલ વીડિયો વાસ્તવિક નથી પણ સ્ક્રિપ્ટેડ છે.
અમારી તપાસમાં આગળ, અમે રાજ ઠાકુરના એકાઉન્ટનો બાયો તપાસ્યો, જે મુજબ દિલ્હીનો રહેવાસી રાજ ઠાકુર એક વીડિયો સર્જક છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ પર સમાન સ્ક્રિપ્ટેડ વીડિયો બનાવે છે.
રાજ ઠાકુરની યુટ્યુબ ચેનલ પર અમને છોકરાનો બાળકનું અપહરણ કરતો બીજો વીડિયો મળ્યો. આમાં પણ એ જ બાળકનું અપહરણ થઈ રહ્યું છે જેનું વાયરલ વીડિયોમાં અપહરણ થતું જોવા મળ્યું હતું. અહીં અપહરણ મેટ્રો સ્ટેશન પર નહીં, પણ મેટ્રોની અંદર થઈ રહ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે સ્ક્રિપ્ટેડ છે. આ સિવાય, પોલીસ અધિકારી પાસેથી ચોરી કરવા જેવા ઘણા સ્ક્રિપ્ટેડ વીડિયો છે. નીચેનો વીડિયો જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ઓરિજનલ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. લોકજાગૃતી તેમજ મનોરંજન માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: મેટ્રો સ્ટેશન પરથી બાળકના અપહરણની ઘટનાનું જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
