હરિયાણાના પૂર્વ સીએમ બંશીલાલની પુત્રવધૂ કિરણ ચૌધરીએ કોંગ્રેસમાં રહીને ભાજપની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું ન હતું. વાયરલ દાવો ખોટો છે.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંશીલાલની વહુ કિરણ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહી છે કે કોંગ્રેસે એવું જૂઠ ફેલાવ્યું હતું કે ભાજપ બંધારણને ખતમ કરી દેશે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી પાર્ટીમાં રહીને કોંગ્રેસ વિરૂદ્ધમાં બોલ્યા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી પાર્ટીમાં રહીને કોંગ્રેસ વિરૂદ્ધમાં બોલ્યા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયો વિશે જાણવા માટે અલગ-અલગ કીવર્ડસનો ઉપયોગ કર્યો હતો. પરિણામે, અમને પંજાબ કેસરી હરિયાણાની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોના સમાચાર મળ્યા.
આ સમાચાર 25 જૂન 2024ના રોજ પ્રકાશિત છે. વાયરલ ક્લિપ્સ પણ અહીં જોઈ શકાય છે.
સમાચાર મુજબ કિરણ ચૌધરીએ આ નિવેદન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ આપ્યું હતું.
ભિવાનીમાં તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે બીજેપીના ખૂબ વખાણ કર્યા હતા. નીચે સંપૂર્ણ સમાચાર જુઓ.
પ્રાપ્ત માહિતીનો ઉપયોગ કરીને વધુ શોધ પર, વાયરલ વીડિયોના સમાચાર અહીં અને અહીં પણ જોઈ શકાય છે. અહેવાલો અનુસાર કિરણ ચૌધરીએ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ વિરૂદ્ધ આ નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના વિધાનસભા ક્ષેત્ર ભિવાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
વધુ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે કિરણ ચૌધરીએ 18 જૂને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અને 19 જૂને ભાજપમાં જોડાયા. જે બાદ તે બીજેપીના વખાણ કરતી જોવા મળી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે હરિયાણાના પૂર્વ સીએમ બંશીલાલની પુત્રવધૂ કિરણ ચૌધરીએ કોંગ્રેસમાં રહીને ભાજપના વખાણ કર્યા ન હતા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હરિયાણાના પૂર્વ સીએમ બંશીલાલની પુત્રવધૂ કિરણ ચૌધરીએ કોંગ્રેસમાં રહીને ભાજપની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું ન હતું. વાયરલ દાવો ખોટો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: કોંગ્રેસ પર નિશાન સાધતા કિરણ ચૌધરીના વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
