શું ખરેખર આસામના ગુવહાટીમાં આવેલી બાઢનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયો વર્ષ 2023નો હિમાચલ પ્રદેશની સાંજ ખીણનો છે. છે. આ વીડિયો આસામનો હોવાની વાત તદ્દન કોટી છે.

આસામના ઘણા જિલ્લાઓમાં પૂરને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પૂરને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રસ્તા પર બનેલી દુકાનો પાણીમાં તણાતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્ય છે કે, “આસામના ગુવાહાટીમાં આવેલા હાલના પૂરનો આ વીડિયો છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આસામના ગુવાહાટીમાં આવેલા હાલના પૂરનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વાયરલ વીડિયો the_phone_reviver નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળ્યો. આ વીડિયો 8 સપ્ટેમ્બર 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જુલાઈ 2023 માં હિમાચલ પ્રદેશની સાંજ ખીણમાં આવેલા પૂરનો છે.

ઉપરોક્ત ક્લુના આધારે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો જેવા જ બીજા ઘણા વીડિયો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જુલાઈ 2023માં હિમાચલ પ્રદેશની સાંજ ખીણમાં આવેલા પૂરનો છે.

તપાસ દરમિયાન, અમને અમર ઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ રિપોર્ટ 11 જુલાઈ 2023ના રોજ પ્રકાશિત થયો હતો. રિપોર્ટ અનુસાર, “ભારે વરસાદને કારણે આવેલા પૂરે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના સાંજમાં ભારે તબાહી મચાવી છે. અહીં આવેલા પૂરને કારણે 40 દુકાનો અને 30 ઘરો નાશ પામ્યા છે. આ ઘટના રવિવારે બપોરે બની હતી, જ્યારે નદીનું પૂરનું પાણી સાંજ બજારમાં ઘૂસી ગયું હતું. મંગળવારે મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કુલ્લુ જિલ્લામાં હેલિકોપ્ટર દ્વારા પૂરથી થયેલા નુકસાનનો અંદાજ કાઢ્યા બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો.”

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો તાજેતરનો નથી પણ વર્ષ 2023નો છે. આ વીડિયો આસામનો નથી પણ હિમાચલ પ્રદેશની સાંજ ખીણનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર આસામના ગુવહાટીમાં આવેલી બાઢનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *