પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મ્યાનમારનો નહીં પરંતુ થાઈલેન્ડની રાજધાની બેંગકોકનો વીડિયો છે.

શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે, ત્યારબાદ ત્યાંની સેનાએ વિશ્વને મદદ માટે અપીલ કરી છે. દેશના ઘણા વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં વિશાળ બિલ્ડિંગ ધરાશાયી થતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મ્યાનમારમાં આવેલા ભૂકંપ દરમિયાન વિશાળ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મ્યાનમારમાં આવેલા ભૂકંપ દરમિયાન વિશાળ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Associated Pressની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ પર આ જ બિલ્ડિંગનો બીજા એંગલથી વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શુક્રવારે બેંગકોકના લોકપ્રિય ચતુચક માર્કેટ પાસે એક 33 માળની બાંધકામ હેઠળની ઇમારત ધૂળના વાદળમાં ધસી ગઈ હતી, જેના કારણે આ પ્રદેશમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.”
CNN દ્વારા પણ આ વીડિયોને તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે પણ માહિતી આપવામાં આવી હતી કે આ વીડિયો બેંગકોકનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને નેશન થાઈલેન્ડ, ધ ઓનલાઈન સિટિઝન, સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મ્યાનમારનો નહીં પરંતુ થાઈલેન્ડની રાજધાની બેંગકોકનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ધરાશયી થયેલી આ બિલ્ડિંગનો આ વીડિયો મ્યાનમારનો છે…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Misleading
