શું ખરેખર સરપંચની ચૂંટણી દરમિયાનની માથાકૂટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલની સરપંચની ચૂંટણીનો નહિં પરંતુ એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીના વિરોધ દરમિયાનનો વડોદરાનો છે. જેમાં યુવા મોરચાના પ્રમુખને મારમારવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કુલ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 22 જૂનના રોજ યોજાઇ હતી. જેની મત ગણતરી 25 જૂનના યોજાઈ હતી. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભાજપાના ખેસ પહેરેલા વ્યક્તિને અન્ય લોકો માર મારી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં યોજાયેલી સરપંચની ચૂંટણી દરમિયાન એક સરપંચ પર હુમલો કરવામાં આવ્યો તેનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં યોજાયેલી સરપંચની ચૂંટણી દરમિયાન એક સરપંચ પર હુમલો કરવામાં આવ્યો તેનો વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થાય હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને નિર્ભય ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વડોદરામાં રાહુલ ગાંધીના વિરોધ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ જાહેરમાં ભાજપના યુવા પ્રમુખ પાર્થ પુરોહીતને માર માર્યો હતો.” 

તેમજ ન્યુઝ 18 દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ ગુજરાત તક દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલની સરપંચની ચૂંટણીનો નહિં પરંતુ એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીના વિરોધ દરમિયાનનો વડોદરાનો છે. જેમાં યુવા મોરચાના પ્રમુખને મારમારવામાં આવ્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર સરપંચની ચૂંટણી દરમિયાનની માથાકૂટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *