પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી.

હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ દ્વારા બેરિકેટ રાખી અને પ્રદર્શન કારીઓને રોકવામાં આવી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પશ્ચિમ બંગાળમાં વોટ ચોરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પશ્ચિમ બંગાળમાં વોટ ચોરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનો વીડિયો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર વનઈન્ડિયા હિન્દીનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કોલકાતામાં કોંગ્રેસના રાજ્ય એકમના નેતાઓએ SIRને લઈ ચૂંટણી પંચ સામે મોટો વિરોધ પ્રદર્શન કર્યું. ગઈકાલે ઇન્ડિયા બ્લોકના સાંસદોને દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય તરફ કૂચ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ વિરોધ પ્રદર્શન તેના વિરોધમાં કરવામાં આવ્યું હતું.”
આ ક્લુના આધારે અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અલામી સ્ટોક ઈમેજ વેબસાઈટ પર આ જ ઘટનાનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 12 ઓગસ્ટ 2025ના રોજ કોલકાતા ભારતમાં રાજભવન સામે દિલ્હી પોલીસ દ્વારા કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ભારત બ્લોક સાંસદો સાથેના ખાસ સઘન સંશોધન (SIR) મતદાર યાદી અપડેટ 2025ના મુદ્દા અને મારપીટના મામલે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ભારતના ચૂંટણી પંચ (ECI) અને ભાજપ સંચાલિત કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context
