શું ખરેખર વીડિયોમાં ડાન્સ કરતી મહિલા વૈજયંતી માલા છે…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રીય I National સામાજિક I Social

બોલીવુડ અભિનેત્રી વૈજયંતી માલાના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી શેર થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા ડાન્સ કરતી જોઈ શકાય છે. જેને પાછળથી કેટલીક મહિલાઓ સંભાળતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અભિનેત્રી વૈજયંતી માલા 98 વર્ષની ઉંમરે ડાન્સ કરી રહી છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અભિનેત્રી વૈજયંતી માલા 98 વર્ષની ઉંમરે ડાન્સ કરી રહી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

તપાસની શરૂઆતમાં, અમે પહેલા વાયરલ વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ABP લાઈવ પર પ્રકાશિત થયેલો વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ મળી આવ્યો. જે 6 ડિસેમ્બર 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં દેખાતી વૃદ્ધ મહિલાની ઉંમર 93 વર્ષ છે. વીડિયોમાં, દાદી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શમ્મી કપૂરના ગીત ‘બદન પર સિતારે લપેટ હુએ’ પર ડાન્સ કરી રહ્યા છે. 

પ્રકાશિત સમાચારમાં ક્યાંય લખ્યું નથી કે વીડિયોમાં દેખાતી વૃદ્ધ મહિલા બોલિવૂડ અભિનેત્રી વૈજયંતી માલા છે.

અન્ય અહેવાલો પણ અહીં, અહીં અને અહીં વાંચી શકાય છે. આ પ્રકાશિત સમાચારોમાં નરેન્દ્ર સિંહ નામના ટ્વિટર એકાઉન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ આ વીડિયો સૌપ્રથમ અહીં પોસ્ટ કરવામાં આવ્યો હતો. અમે નરેન્દ્ર સિંહના ટ્વીટની તપાસ કરી, જેમાં લખ્યું હતું – “93 વર્ષની ઉંમરે, શમ્મી કપૂરનો દાદી પર જાદુ…”. નરેન્દ્ર સિંહે ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ટ્વિટ કર્યું.

પ્રકાશિત સમાચારમાં ક્યાંય ઉલ્લેખ નથી કે વીડિયોમાં દેખાતી દાદી વૈજયંતિમાલા છે. 

અમારી તપાસમાં આગળ, અમે બોલિવૂડ અભિનેત્રી વૈજયંતી માલા વિશે શોધ કરી અને અમને તેમના વિશે પ્રકાશિત થયેલા ઘણા તાજેતરના સમાચાર મળ્યા. જેમાં તે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા જેવી દેખાતી નથી. આ સમાચારોમાં તે જોઈ શકાય છે. તમે સમાચાર અહીં, અહીં અને અહીં વાંચી શકો છો. 

જ્યારે અમે અભિનેત્રી વૈજયંતિમાલાનો લેટેસ્ટ વીડિયો શોધ્યો, ત્યારે અમને બે મહિના પહેલા પ્રકાશિત થયેલ વૈજયંતિમાલાનો એક ડાન્સ વીડિયો મળ્યો. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ચેન્નાઈ કલાક્ષેત્ર ખાતે આયોજિત કલા સંપ્રેક્ષણ નામના કાર્યક્રમમાં વૈજયંતીમાલા નૃત્ય કરતી આ વીડિયો જુઓ. વીડિયોના 2 મિનિટ 47 સેકન્ડમાં વૈજયંતિમાલાનો નૃત્ય જોઈ શકાય છે.

આ ઉપરાંત, ભાજપ નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદરે પણ 21 નવેમ્બર 2022 ના રોજ વૈજયંતીમાલા સાથેનો પોતાનો ફોટો ટ્વીટ કર્યો હતો.

અમે વાયરલ વીડિયોમાં દેખાતી વૃદ્ધ મહિલા અને અભિનેત્રી વૈજયંતિ માલાના ફોટાઓનું વિશ્લેષણ કર્યું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વૈજયંતી માલા વાયરલ વીડિયોમાં નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અભિનેત્રી વૈજયંતિ માલાનો નથી, આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વીડિયોમાં ડાન્સ કરતી મહિલા વૈજયંતી માલા છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia  

Result: False