શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઉસ્તાદ ઝાકિર હુસૈનનો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વીડિયોમાં કલાકાર ઉસ્તાદ ઝાકિર હુશૈન નથી, પરંતુ તારી ખાન નામનો પાકિસ્તાની તબલાવાદક છે.

સુપ્રસિદ્ધ તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 16 ડિસેમ્બર 2024ના રોજ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસનીને કારણે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું. તેમના અવસાન પછી, તબલા વાદકની પર્ફોર્મ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ વીડિયોમાં તબલા વગાડનાર વ્યક્તિ ઉસ્તાદ ઝાકિર હુશૈન છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયરલ વીડિયોમાં તબલા વગાડનાર વ્યક્તિ ઉસ્તાદ ઝાકિર હુશૈન છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર 31 ઑક્ટોબરના અપલોડ કરાયેલા સમાન વીડિયોના વિસ્તૃત સંસ્કરણ તરફ દોરી ગયા જેમાં કેપ્શન સાથે લખ્યું હતું કે, “ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન અને ઉસ્તાદ તારી ખાન વોશિંગ્ટન ડીસીમાં લાઇવ.” વીડિયોની શરૂઆતમાં, સ્વર્ગસ્થ ગાયકે તબલાવાદકનો પરિચય અબ્દુલ સત્તાર તારી તરીકે કર્યો હતો. વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવેલ સેગમેન્ટ આ વીડિયોમાં 4:42 ના ટાઈમસ્ટેમ્પની આસપાસ જોઈ શકાય છે. ફરક માત્ર એટલો જ છે કે વાયરલ વીડિયો બ્લેક એન્ડ વ્હાઈટ ટોનમાં છે, રંગમાં નથી. 

આગળ વધતા, અમને ‘નુસરત ઓનલાઈન બ્લોગ‘ નામની વેબસાઈટમાં પ્રકાશિત થયેલો એક લેખ મળ્યો, જેનું શીર્ષક છે ‘નુસરત ફતેહ અલી ખાન અને ઉસ્તાદ તારી ખાન” થોડી અદ્ભુત જુગલબંધી ” ભાગ 1. તેમાં વાયરલ વીડિયોમાંમાં જોવા મળતા વિઝ્યુઅલ જેવો જ ફોટો દર્શાવવામાં આવ્યો છે વીડિયો અને જણાવ્યું હતું કે “આજે અમે જે રજૂ કરીએ છીએ તે NFAK (નુસરત ફતેહ અલી ખાન) અને તારી ખાન વચ્ચેની કેટલીક અદ્ભુત જુગલબંધીઓ. યુએસએમાં 1992-1994.

ઉસ્તાદ તારી ખાન એક પ્રખ્યાત પાકિસ્તાની તબલા કલાકાર છે અને વાયરલ વીડિયોમાં પ્રદર્શન 2011 નું છે જ્યારે તેણે વોશિંગ્ટન ડીસીમાં નુસરત ફતેહ અલી ખાન સાથે પરફોર્મ કર્યું હતું.

તેથી, આ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને, આપણે સમજી શકીએ છીએ કે આ વાયરલ વીડિયોમાં ઉસ્તાદ ઝાકિર હુસૈન પાકિસ્તાની ગાયક ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન સાથે કોન્સર્ટમાં પરફોર્મ કરતા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં કલાકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન નથી, પરંતુ તારી ખાન નામનો પાકિસ્તાની તબલાવાદક છે. ઝાકિર હુસૈન હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઉસ્તાદ ઝાકિર હુસૈનનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False