વાયરલ ફોટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે વ્યક્તિ છે તે અન્ના હજારે નથી. તે લક્ષ્મણ રાવ ઇનામદાર છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વ્યક્તિ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની સાથે ફોટોમાં જોવા મળતા વ્યક્તિ અન્ના હજારે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ મોદીની સાથે ફોટોમાં જોવા મળતા વ્યક્તિ અન્ના હજારે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
રિવર્સ ઈમેજ સર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે વાયરલ ફોટોમાં પીએમ મોદી સાથે જે વ્યક્તિ છે તે અન્ના હજારે નથી.
આ જ ફોટો 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. ફોટોની સાથે લખવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના વ્યક્તિનું નામ લક્ષ્મણરાવ ઇનામદાર છે. તેઓ વકીલ સાહેબ તરીકે ઓળખાય છે.
કોણ છે લક્ષ્મણરાવ ઇનામદાર?
લક્ષ્મણરાવ ઇનામદાર ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે નરેન્દ્ર મોદીના જીવનના પ્રારંભિક તબક્કામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોદીએ 1984માં ઇનામદારના મૃત્યુ બાદ તેમના જીવન પર એક પુસ્તક પણ લખ્યું હતું. તમે અહીં વધુ માહિતી વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે વ્યક્તિ છે તે અન્ના હજારે નથી. તે લક્ષ્મણ રાવ ઇનામદાર છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં અન્ના હજારે છે..? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
