
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 19 જુલાઈ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સુપ્રિમ કોર્ટના ચુકાદાને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સુપ્રિમ કોર્ટના CIVIL APPEAL NO. 9858 OF 2013 (Arising out of SLP(C) No. 1056 of 2008) ને શોધી કાઢ્યો હતો. જે ચુકાદામાં સુપ્રિમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, અપીલકર્તાઓ વળતર મેળવવા માટે હકદાર રહેશે, ઉન્નત રકમ પર વાર્ષિક 6%ના દરે વ્યાજ સાથે રૂ.7,00,000 ચુકવવા આદેશ આપવામાં આવ્યો હતો. જે અધિનિયમની કલમ 166 હેઠળ પિટિશન દાખલ કરવાની તારીખથી પ્રભાવિત રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.
MV એક્ટની કલમ 166 શું છે?
MV અધિનિયમની કલમ 166 વળતર માટે અરજી કેવી રીતે કરવી તેની સાથે વ્યવહાર કરે છે. તે માત્ર એવી બાબતો વિશે વાત કરે છે જેમ કે વળતર માટે અરજી દાખલ કરવા માટે પાત્ર વ્યક્તિઓ, તે કેવી રીતે ફાઇલ કરવી વગેરે. સંબંધિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT)માં દાવો દાખલ કરવાનો રહેશે.
વળતર કોણ ચૂકવે છે?
મોટર વાહનને લગતા અકસ્માતમાં કાયમી અપંગતા અથવા મૃત્યુના કિસ્સામાં, અકસ્માત સર્જનાર મોટર વાહનના માલિક MV એક્ટની કલમ 140 મુજબ વળતર ચૂકવવા માટે જવાબદાર છે. MV એક્ટના બીજા શેડ્યૂલમાં ગુણક કોષ્ટકના આધારે MACT દ્વારા વળતરની માત્રા નક્કી કરવામાં આવે છે.
પરિણામ
આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વાહન અકસ્માતમાં આપવામાં આવતા વળતર અને ઈન્કમ ટેક્ષ રિર્ટનનો કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
