
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આ છેલ્લો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં જ્યારે મનમોહનસિંહને એઈમ્સમાં દાખલ કર્યા હતા ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આર્થિક સુધાર…ઓપન માર્કેટના જનક પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે લીધા આખરી શ્વાસ. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આ છેલ્લો ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર ઝી ન્યૂઝ દ્વારા 14 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા મનમોહનસિંહના આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહ જલ્દી સાજા થઈ જાય એના માટે પ્રાર્થના કરી તેમજ મનસુખ માંડવિયાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એઈમ્સ ખાતે મુલાકાત લીધી.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. Qaumi Awaz | bhaskar.com
આજ ફોટો સાથેના સમાચાર ધ ટ્રિબ્યૂન દ્વારા પણ વર્ષ 2021 માં તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં જ્યારે મનમોહનસિંહને એઈમ્સમાં દાખલ કર્યા હતા ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના છેલ્લા ફોટોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Missing Context
