
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, શાળાની એક મહિલા શિક્ષિકા સાથે એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહિલા શિક્ષક સાથેની અશ્લિલ હરકતોનો આ વીડિયો ગુજરાતના અમદાવાદની સરકારી શાળાનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહિલા શિક્ષક સાથેની અશ્લિલ હરકતોનો આ વીડિયો ગુજરાતના અમદાવાદની સરકારી શાળાનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Rajasthan Tak નામની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો સહિત અન્ય વીડિયો પણ આ જ ઘટના પ્રાપ્ત થયા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ગંગાર વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના મુખ્ય શિક્ષક અને મહિલા શિક્ષિકાનો ‘વાંધાજનક’ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મંગળવારે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. સોમવારે પોલીસની એક ટીમ તપાસ માટે શાળાની મુલાકાત લીધી હતી. આ ઘટના બાદ શનિવારે બંને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ, જિલ્લા શિક્ષણ અધિકારીએ આચાર્ય અને શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસ અને રેકોર્ડની સંપૂર્ણ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ શાળામાં અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હતા.”
તેમજ વીટીવી ગુજરાતી ન્યુઝ ચેનલની વેબસાઈટ પર આ ઘટનાને લઈ વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. તેમાં પણ આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢની હોવાનું જણાવવામાં આવ્યુ છે.
તેમજ અન્ય મીડિયા સંસ્થાનો FIRST INDIA NEWS, News 24, સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ આ વીડિયોને લઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહિં પરંતુ રાજસ્થાનના ચિત્તોજગઢની સરકારી શાળાનો વીડિયો છે. અમદાવાદ સાથે તેને કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલની અશ્લીલ હરકતોનો વીડિયો જાણો કયાનો છે.?
Fact Check By: Frany KariaResult: Missing Context
