Fact Check: બાળકોના વર્ગખંડની તસ્વીરનો ફોટો જાણો ક્યા રાજ્યનો છે…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક ખરાબ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી વાયરલ પોસ્ટને સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને shutterstock.com પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો 11 નવેમ્બર 2023ના રક્ષલ, બિહારની શાળાનો ફોટો છે.” 

Shutterstock 

તેમજ વધુ સર્ચ કરતા અમને shutterstock.com પર આ શાળાના બીજા વર્ગખંડના ફોટો પણ જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Shutterstock.com 

તેમજ વધુ સર્ચ કરતા અમને શટ્ટરસ્ટોક પર આ શાળાની અન્ય ઘણી ફોટો પ્રાપ્ત થઈ હતી. જ તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકાય છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો નહીં પરંતુ બિહારની સરકારી શાળાનો ફોટો છે. આ ફોટો 11 નવેમ્બર 2013નો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fact Check: બાળકોના વર્ગખંડની તસ્વીરનો ફોટો જાણો ક્યા રાજ્યનો છે…

Written By: Frany Karia  

Result: Misleading