હાથી દ્વારા જેસીબી મશીનને ફેંકી દિધાનો વીડિયો જાણો ક્યાંનો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક હાથી દ્વારા જેસીબી મશીનને ધક્કો મારવામાં આવી છે અને તેને દૂર ફેકી દઈ રહ્યો છે. તેમજ આસપાસના લોકો હાથીને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેને દૂર કરવાની કોશિષ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જેસીબી મશીનને ધક્કો મારવાનો હાથીનો આ વીડિયો તમિલનાડુનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જેસીબી મશીનને ધક્કો મારવાનો હાથીનો આ વીડિયો તમિલનાડુનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને નવગુજરાત સમયના ઈન્સ્ટાગ્રામ પેજ આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં એક રખડતા હાથીને સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો. આથી ત્રસ્ત હાથીએ ગુસ્સે થઈને આખું JCB મશીન પલ્ટી દીધું જે બાદ ઘાયલ હાથી ભાગી ગયો હતો. હાથીને હેરાન કરવાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક્સેવેટર (JCB) મશીનના કો-ડ્રાઈવરની ધરપકડ કરી છે.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને એનડીટીવી દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ ઉપર મુજબની જ માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ વીડિયો પશ્ચિમ બંગાળનો છે. તેમજ કોઈને ખ્યાલ નથી પરંતુ બંગાળમાં 680થી વધુ હાથીઓ વસવાટ કરી રહ્યા છે. 

તેમજ વધુ સર્ચ કરતા અમને Free Press Journal, The Lallantop, Lokmat, સહિતના મીડિયા હાઉસ દ્વારા આ ઘટનાને લઈ વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તમિલનાડુ રાજ્યનો નહિં પરંતુ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાનો છે. તમિલનાડુનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:હાથી દ્વારા જેસીબી મશીનને ફેંકી દિધાનો વીડિયો જાણો ક્યાંનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False