જાણો જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Altered આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાણીતી ગુજરતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 8 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કિંજલ દવે ને સગાઇ ની શુભકામના આપવા નરેન્દ્ર મોદી સાહેબ આયા 🎉 ખૂબ ખૂબ અભિનંદન 🎉. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાણીતી ગુજરતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિંજલ દવેની સગાઈમાં હાજરી આપી હોય તો એ એક મોટા સમાચાર બન્યા હોય અને મીડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય તેના માટે અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની માહિતી સાથેના કોઈ જ સમાચાર પ્રાપ્ત થયા ન હતા.   

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના સમાચાર gujaratijagran.com દ્વારા 8 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટોને મળતા અન્ય એક ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે અને બિઝનેસમેન તેમજ અભિનેતા ધ્રુવિન શાહની તાજેતરમાં સંપન્ન થયેલી સગાઈની વિધિ કોઈ એક દિવસનો નહીં, પરંતુ બે દિવસનો ભવ્ય અને લાગણીસભર પ્રસંગ બની રહી હતી. 5 અને 6 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી આ સેરેમનીની સુંદર તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો કે વીડિયોમાં અમને ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા ન હતા કે તેમની હાજરી અંગેની પણ કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી વધુ તપાસમાં અમને આ જ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bhaskarenglish.in | zeenews.india.com

પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા ઉર્વશી રાદડિયા દ્વારા પણ આ જ ફોટો તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 7 ડિસેમ્બર, 2025ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. 

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ અંગે સ્થાનિક પત્રકાર અને કિંજલ દવેના લગ્નમાં હાજરી આપનારા એક નજીકના વ્યક્તિ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિંજલ દવેની સગાઈમાં હાજરી આપી ન હતી. વાયરલ થઈ રહેલો ફોટો એડિટેડ ફોટો છે. 

નીચે તમે ઓરિજીનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas  

Result: Altered