શું ખરેખર આ મહિલાને લગ્નના 18 વર્ષ પછી સંતાન પ્રાપ્ત થઈ હતી…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ મહિલાના લગ્નને માત્ર 3 વર્ષ જ થયા છે. તેમના લગ્નને 18 વર્ષ થયાની વાત તદ્દન ખોટી છે. તેમના ફોટોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવામળે છે કે, એક મહિલા આંખમાં ખુશીના આંસુ સાથે તેના બાળકને હાથ લઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાને તેના લગ્નના 18 વર્ષ પછી સંતાનની પ્રાપ્તી થઈ હતી.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાને તેના લગ્નના 18 વર્ષ પછી સંતાનની પ્રાપ્તી થઈ હતી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને નાશિકના એક ગાયનેક ડોકટર મૃણાલ કપાડનીસના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મહિલાનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 18 જાન્યુઆરી 2026ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સાથે આ પ્રકારની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે આ નીમ્સ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “આ મહિલાના ફોટો સાથે જે વાર્તા શેર કરવામાં આવી રહી છે. તે તદ્દન ખોટી છે. આ મહિલાને અમારી હોસ્પિટલમાં જ બાળકનો જન્મ થયો છે. અઢાર વર્ષની વાત તદ્દન ખોટી છે.”

તેમજ હોસ્પિટલના રેફરન્સથી અમને આ મહિલાનો સંપર્ક નંબર પણ પ્રાપ્ત થયો હતો. આ મહિલાએ તેમનું નામ ન આપવા શરતે અમને માહિતી આપી હતી કે, “તેમના લગ્નને માત્ર 3 વર્ષ જ થયા છે. અઢાર વર્ષની વાત તદ્દન ખોટી છે. તેઓનું આ પહેલુ સંતાન છે. જેને લઈ તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમના આ ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેઓએ તેમના ફોટોને વાયરલ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવાની પણ માહિતી આપી હતી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ મહિલાના લગ્નને માત્ર 3 વર્ષ જ થયા છે. તેમના લગ્નને 18 વર્ષ થયાની વાત તદ્દન ખોટી છે. તેમના ફોટોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર આ મહિલાને લગ્નના 18 વર્ષ પછી સંતાન પ્રાપ્ત થઈ હતી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: Misleading