
આ વર્ષની વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે નક્કી થઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં, દાવો કરવામાં આવી રહ્યો છે કે “ધુલે-ગ્રામ્ય મતવિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા મહાવિકાસ અઘાડીના ઉમેદવાર કુણાલબાબા રોહિદાસ પાટીલને અવધાન ગામમાં શૂન્ય મત મળ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહાવિકાસ અઘાડીના ઉમેદવાર કુણાલબાબા રોહિદાસ પાટીલને અવધાન ગામમાં શૂન્ય મત મળ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌ પ્રથમ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે કુણાલબાબા રોહિદાસ પાટીલને કુલ 1,04,078 વોટ મળ્યા. જે આંકડા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યા હતા.
ઉપરાંત, ચૂંટણી પંચના પરિણામો અનુસાર, ભાજપના ઉમેદવાર રાઘવેન્દ્ર મનોહર પાટીલે કુલ 1,70,398 મતો અથવા 66,320 વધુ મત મેળવીને કુણાલબાબા પાટીલને હરાવ્યા હતા.
વધુ શોધ કર્યા પછી, તે બહાર આવ્યું કે ધુલેના જિલ્લા માહિતી કાર્યાલય દ્વારા કરવામાં આવેલુ ટ્વીટ પ્રાપ્ત થયુ હતું.
ટ્વીટમાં માહિતી આપવામાં આવી હતી કે, “ધુલે ગ્રામીણ વિધાનસભા ચૂંટણીમાં અવધાનમાં કુલ 4 મતદાન કેન્દ્ર છે. સહાયક ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેન્દ્ર નંબર 247, 248, 249 અને 250 છે અને કુણાલબાબા રોહિદાસ પાટીલને અનુક્રમે 227, 234, 252 અને 344 મત મળ્યા છે.”
તેમણે ટ્વીટમાં વધુમાં જણાવ્યું કે, “ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે કે ધુલે ગ્રામીણ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કુણાલ પાટીલને અવધાન મતદાન મથક પર શૂન્ય મત મળ્યા છે. આંકડા અંગે અફવા ફેલાવીને નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જો કે, નાગરિકોએ આવા ફેક ન્યૂઝ, આંદોલનના નકલી વીડિયો પર પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં.
તેમજ ધુલે ગ્રામીણ ચૂંટણી નોંધણી અધિકારીએ તેમના સત્તાવાર ટ્વીટમાં કુણાલબાબા રોહિદાસ પાટીલે સ્પષ્ટતા કરી છે કે અવધાન ગામના બૂથ નંબર 247, 248, 249 અને 250 પર પડેલા મતોની કુલ સંખ્યા 1057 મત છે. સંપૂર્ણ આંકડા અહીં અને અહીં ઉપલબ્ધ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કોંગ્રેસના ધારાસભ્ય કુણાલબાબા રોહિદાસ પાટીલને ધુલેનેગ્રામીણ મતવિસ્તારમાંથી શૂન્ય મત નથી મળ્યા તેમને કુલ 1057 મત મળ્યા. આ માહિતી ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ધુળેમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર કુણાલ પાટીલને શૂન્ય મત મળ્યા…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
