Skip to content
Monday, December 29, 2025
  • Privacy Policy
  • હકીકત તપાસવા માટે સબમિટ કરો
Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

The fact behind every news!

  • Home
  • Archives
  • About
  • Contact Us
  • Other Languages
    • Hindi
    • English
    • Marathi
    • Malayalam
    • Tamil
    • Odia
    • Assamese
    • Bangla
    • Manipuri
  • APAC
    • Sri Lanka
    • Myanmar
    • Bangladesh
    • Cambodia
    • Afghanistan
    • Thailand
site mode button

જાણો હલાલના લોગોવાળા આશીર્વાદ આટાના પેકેટના ફોટોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social
March 17, 2025March 17, 2025Vikas Vyas

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આશીર્વાદ આટાના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આશીર્વાદ લોટ તમામ હિંદુ ભાઈઓ અને બહેનો અને સનાતનીઓએ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે આશીર્વાદનો લોટ હવે હલાલ ચિહ્ન સાથે વેચવામાં આવે છે આ પ્રમાણપત્ર કોઈ સરકાર દ્વારા નહીં પરંતુ ઈસ્લામિક સંગઠન (જમિયત ઉલેમા-એ-હિંદ) દ્વારા આપવામાં આવે છે જેથી કરીને તમામ મુસ્લિમો આ લોટનો ઉપયોગ કરી શકે. બદલામાં તેઓ કંપનીના માલિક પાસેથી મોટી રકમ વસૂલે છે અને કંપનીઓ ગ્રાહકો પાસેથી આ પૈસા લે છે.

મોટાભાગના લોકોને ખબર નથી કે આતંકવાદના મોટાભાગના આરોપીઓના કેસનો ખર્ચ જમિયત ઉઠાવે છે.

કમલેશ્વર તિવારીનું માથું કાપી નાખનારાઓનો કેસ પણ જમિયત લડી રહી છે અને આપણે હિંદુઓ પણ આ લોટ ખરીદીને આડકતરી રીતે પૈસા ચૂકવી રહ્યા છીએ. તેથી, આપ સૌને વિનંતી છે કે જો તમે અથવા તમારા કોઈ સંબંધી આ લોટ ખાય છે, તો તમે તેમને પણ ચેતવણી આપો અને આ લોટને તમારા ઘરે લાવવાનું બંધ કરો.

જય સનાતન ધર્મ❌❌❌❌.  ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટ વેચાઈ રહ્યા છે.

Capture.PNG

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને 1 ડિસેમ્બર, 2023 ના રોજ ITC લિમિટેડ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પરથી કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ITCએ જણાવ્યું હતું કે, હલાલ લોગો સાથેનો આશીર્વાદ આટાનું આ પેકેટ જૂનું છે ફક્ત નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. તેનો હેતુ ભારતીય બજારમાં વેચાણનો ન હતો.

A completely false, erroneous and mischievous message is being posted / circulated implying that Aashirvaad Atta is being sold in India with Halal logo. We would like to clarify that the pack shown in these messages is a very old Export only pack which was never meant for (1/3)

— ITC Limited (@ITCCorpCom) December 1, 2023

Archive

વધુ તપાસમાં અમને 25 એપ્રિલ, 2020 ના રોજ ITC Cares તરફથી બીજી એક ટ્વિટ મળી, જે વાયરલ દાવાની સ્પષ્ટતા કરે છે. તેમાં લખવામાં આવ્યું હતું કે, “ભારતમાં હલાલ લોગો સાથે આશીર્વાદ આટાનું પેકેટ વેચાય છે એ આરોપ ભ્રામક અને ખોટો છે. આ પેકેટ એ એક નિકાસ પેક છે જે એવા દેશમાં વેચવામાં આવે છે જ્યાં કાયદામાં પેક પર હલાલ લોગો હોવો ફરજીયાત છે. મહેરબાની કરીને આવી અફવાઓનો શિકાર ન થાઓ.”

unnamed.png

Archive

ITC એ મે 2002 માં આશીર્વાદ આટા લોન્ચ કરીને બ્રાન્ડેડ લોટના બજારમાં પ્રવેશ કર્યો હતો.

અમે “આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રેન”નું પેકેટ ચેક કર્યું, પણ તેના પર હલાલનો લોગો નહોતો.

unnamed (1).png
unnamed (2).png

હલાલ સર્ટિફિકેટ શું છે?

હલાલ પ્રમાણપત્ર જણાવે છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હલાલના લોગોવાળા આશીર્વાદ આટાના પેકેટના ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

        
Tagged Aashirvaad AttaBoycottHalal LogoSalivaઆશીર્વાદ આટાબોયકોટહલાલ લોગો

Post navigation

શું ખરેખર ચીન અને પાકિસ્તાનને ધમકી આપતો BLAનો વીડિયો હાલનો છે…? જાણો શું છે સત્ય….
શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Related Posts

શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…? જાણો શું છે સત્ય….

November 2, 2021January 13, 2022Yogesh Karia

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

July 31, 2020January 13, 2022Yogesh Karia

અમિતાભ બચ્ચનનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

July 13, 2020January 13, 2022Vikas Vyas

follow us

  • fact checks
  • Comments

ઉજ્જૈનનો જૂનો વીડિયો અરવલ્લી બચાવોની રક્ષણની માંગ કરતી ખેડૂતોની ટ્રેક્ટર રેલી નામે વાયરલ… જાણો શું સત્ય…

December 27, 2025December 27, 2025Frany Karia

જાણો પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

December 25, 2025December 25, 2025Vikas Vyas

બાંગ્લાદેશ પોલીસ દ્વારા દીપુ ચંદ્ર દાસને ટોળાને સોંપવામાં આવી રહ્યો હોવાનો દાવા સાથે અસંબંધિત વીડિયો શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

December 25, 2025December 25, 2025Frany Karia

ચૈતર વસાવાની રેલીના વીડિયોને અરવલ્લીના પહાડ બચાવ કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

December 25, 2025December 25, 2025Frany Karia

શું ખરેખર મહિલાઓની ફ્રી રાઈડ માટે સરકાર દ્વારા નંબર બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

December 23, 2025December 23, 2025Frany Karia
  • superph  commented on જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….: Really enjoying this article! The sense of communi
  • wynn09  commented on યુપીના બસ્તીનો વીડિયો જામનગરના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….: Wynn09, Alright, I decided to try Wynn09 after see
  • ph123casino  commented on Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…: Been playing at ph123casino for a bit now. Site's
  • pwiph  commented on શું ખરેખર આ વાવાઝોડા મેલિસાના કેન્દ્રનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….: pwiph seems like it could be a good resource. I'm
  • tesoro777  commented on જાણો તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….: Tesoro777 suena prometedor y cumple. Los gráficos

Categories

  • False
  • સામાજિક I Social
  • રાષ્ટ્રીય I National
  • રાજકીય I Political
  • આંતરરાષ્ટ્રીય I International

Latest News

  • ઉજ્જૈનનો જૂનો વીડિયો અરવલ્લી બચાવોની રક્ષણની માંગ કરતી ખેડૂતોની ટ્રેક્ટર રેલી નામે વાયરલ… જાણો શું સત્ય…

    December 27, 2025December 27, 2025Frany Karia
  • જાણો પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

    December 25, 2025December 25, 2025Vikas Vyas

Archives

Fact Crescendo Gujarati | Theme: News Portal by Mystery Themes.
  • ડિસક્લેમર
  • પદ્ધતિ અમારી પદ્ધતિ
  • સુધારા કરવાનું