વાયરલ વીડિયોમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈ આતંકવાદી દેખાતો નથી. આ વીડિયો 2022નો છે જ્યાં અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો.

પહલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા, સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી વિવિધ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, હોસ્પિટલના પલંગ પર બેઠેલા એક વ્યક્તિનો એક રિપોર્ટર દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયો શેર કરતા, યુઝર્સે દાવો કર્યો કે, “વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ તાજેતરના પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી હતો.” વીડિયોમાં એક રિપોર્ટર તે વ્યક્તિને તેનું નામ અને તેનો હેતુ પૂછતો દેખાય છે. વ્યક્તિએ કહ્યું કે તે ISIનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ તાજેતરના પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
વાયરલ વીડિયોમાં આજતકનો લોગો છે. આ સંકેતને આધારે, અમે હિન્દીમાં સંબંધિત કીવર્ડ શોધ કરી. આનાથી અમને 25 ઓગસ્ટ 2022 ના રોજ આજતકની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો વીડિયો મળ્યો.
જોકે વીડિયોમાં વધારે માહિતી નહોતી, પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું કે વીડિયો જૂનો છે.
આગળ વધતાં, અમને 25 ઓગસ્ટ 2022ના રોજ TV9 ભારતવર્ષ પર અપલોડ કરાયેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો જેમાં વાયરલ વીડિયો હતો. વીડિયોના હિન્દી વર્ણનના અનુવાદમાં લખ્યું છે કે, “ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા બે ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ ઘૂસણખોરીના પ્રયાસો છેલ્લા 48 કલાકમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં થયા હતા. આ દરમિયાન, એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે જ્યારે બે અન્ય આતંકવાદીઓને લેન્ડમાઈન વિસ્ફોટમાં માર્યા ગયા છે.“
ન્યૂઝ18 ઇન્ડિયા નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો બીજો વીડિયો રિપોર્ટ નીચે જોઈ શકાય છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો જૂનો છે અને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે તેનો કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબાતિ થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈ આતંકવાદી દેખાતો નથી. આ વીડિયો 2022નો છે જ્યાં અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:એક આતંકવાદીનો જૂનો વીડિયો તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
