આ વીડિયોનો મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો જૂન 2024થી ઇન્ટરનેટ પર હાજર છે, જેને હવે મહાકુંભ સાથે જોડતા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થયો છે.

શિવ અને પાર્વતીના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને મહાકુંભનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં, અઘોરીઓ શિવ અને પાર્વતીના પોશાક પહેરીને લગ્ન કરતા જોવા મળે છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહાકુંભમાં શિવ પાર્વતી દ્વારા વિવાહ કરવામાં આવ્યા તેનો વીડિયો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોમાંથી કેટલીક તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 5 ઓગસ્ટ 2024ના રોજ goyalpc77 નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નથી. ઉપરાંત, પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વીડિયો ઉજ્જૈનનો છે.
આ વીડિયો બીજા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ranjit_official_0786 પરથી પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 12 જૂન 2024ના રોજ એક યુઝરે શેર કર્યો હતો. જ્યારે મહાકુંભ 2025નું આયોજન 13 જાન્યુઆરી 2025 થી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે આ વીડિયો પોસ્ટ ખૂબ જ જૂની છે, જેને મહાકુંભનો હોવાનો દાવો કરીને શેર કરવામાં આવી રહી છે.
મહાકુંભ મેળો 2025-
મહા કુંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો જાહેર મેળાવડો અને શ્રદ્ધાનો સમૂહ કાર્યક્રમ છે. લગભગ ૪૫ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખો ભક્તો ગંગા, યમુના અને રહસ્યમય સરસ્વતીના પવિત્ર સંગમ પર સ્નાન કરવા આવે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો હવે પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેમાં ભારત અને વિદેશના ભક્તો એક અનોખા અને કાયમી પ્રભાવ ધરાવતા અનુભવમાં ડૂબી ગયા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોનો મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો જૂન 2024થી ઇન્ટરનેટ પર હાજર છે, જેને હવે મહાકુંભ સાથે જોડતા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મહાકુંભમાં અઘોરી સાધુના લગ્ન નહોતા, જુનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે….
Written By: Frany KariaResult: Misleading
