
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા બસ પર કરવામાં આવેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે એક મુસ્લિમ મહિલા દ્વારા બસને રોકવાનું કહેતાં ડ્રાઈવરે બસસ્ટોપ સિવાય બસ રોકવાની ના કહેતાં મુસ્લિમ મહિલાએ તેના સમાજના લોકોને બોલાવ્યા અને બસ પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા બસ પર કરવામાં આવેલા પથ્થરમારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને બેંગ્લોરનો નહીં પરંતુ વર્ષ 2019 માં ગુજરાતના સુરત શહેરમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જે In Bangalore one Muslim lady requested the bus. Driver conductor to stop the bus at a unscheduled stop and they did not oblige.Then this Muslim lady brought her people and created this scene. What a pity situation in NAMMA BANGALORE !!!. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે એક મુસ્લિમ મહિલા દ્વારા બસને રોકવાનું કહેતાં ડ્રાઈવરે બસસ્ટોપ સિવાય બસ રોકવાની ના કહેતાં મુસ્લિમ મહિલાએ તેના સમાજના લોકોને બોલાવ્યા અને બસ પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને બસ પર SITILINK લખેલું જોવા મળ્યું હતું.
બાદ ગુગલનો સહારો લઈ કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, Sitilink બસ સેવા કે Surat Sitilink LTD એ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના નાગરિકો માટે સુરત શહેરમાં આપવામાં આવતી સિટી બસ સેવા છે.
અમારી વધુ તપાસમાં અમને આજ બસના વીડિયો સાથેના સમાચાર ટીવી 9 ગુજરાતી દ્વારા 5 જુલાઈ, 2019 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આ હતી કે, મોબ લિંચિંગના વિરોધમાં સુરતમાં નીકળેલી રેલી હિંસક બનતાં લોકો દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
વધુ તપાસમાં અમને 6 જુલાઈ, 2019 ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મળ્યો. રિપોર્ટ મુજબ દેશના અલગ-અલગ ભાગોમાં મોબ લિંચિંગના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં આ રેલી હિંસક બની હતી કારણ કે, ઘણા લોકોને મક્કાઇ પૂલથી આગળ વધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવાની મંજૂરી મળી નહોતી.
ANI દ્વારા પણ આજ ઘટના અંગે 5 જુલાઈ, 2019 ના રોજ ટ્વિટ કરવામાં આવી હતી.
કર્ણાટક સરકારની શહેર પોલીસ દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનો ફેક્ટ ચેક અહેવાલ 26 સપ્ટેમ્બર, 20223 ના રોજ પ્રસારિત કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા બસ પર કરવામાં આવેલા પથ્થરમારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને બેંગ્લોરનો નહીં પરંતુ વર્ષ 2019 માં ગુજરાતના સુરત શહેરમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા બસ પર કરવામાં આવેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
