
હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ઝંડા સાથે લોકો રેલી કાઢી રહ્યા છે અને ભારતના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં ભારતના સમર્થનમાં રેલી કાઢવામાં આવી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેપાળમાં ભારતના સમર્થનમાં રેલી કાઢવામાં આવી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતા અમને રેલીમાં એક બોર્ડ લખેલુ જોવા મળ્યુ હતુ જેમાં PM EKTA MALL લખેલુ જોવા મળ્યુ હતુ. જે અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ભારતની એક યોજના છે. જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય ભારતના વિવિધ રાજ્યોના હસ્તકલા, હાથવણાટ અને પરંપરાગત ઉત્પાદનોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.

જે અંગે ક્લુના આધારે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને સિક્કિમ રિવ્યુ નામની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો ગંગટોકમાં એમજી રોડથી મનન કેન્દ્ર સુધીની ‘હર ઘર તિરંગા’ રેલીનો છે.”
તેમજ ઈસ્ટ મોજો નામની યુટ્યુબ ચેનલ પર પણ 12 ઓગસ્ટ 2025ના આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવ્યો હતો કે, “ગંગટોકમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી “હર ઘર તિરંગા” રેલીથી શરૂ થઈ હતી. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમ સિંહ ગોલે, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, નાગરિકો અને શાળાના બાળકોએ રેલીમાં ભાગ લીધો હતો. રેલી એમજી રોડથી શરૂ થઈ હતી અને લગભગ એક કિલોમીટરનું અંતર કાપતી મનન કેન્દ્ર પર સમાપ્ત થઈ હતી.” જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ અંગે વધુ સર્ચ કરતા સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ગોલે દ્વારા પણ તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ તિરંગા યાત્રાને લઈ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નહીં પરંતુ સિક્કિમમાં ઓગસ્ટ મહિનામાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રાનો વીડિયો છે. જેનો નેપાળ સાથે કોઈ સબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સિક્કિમની તિરંગા યાત્રાનો વીડિયો નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
