ગુજરાતના બનાસકાંઠાનો વીડિયો આસામના બાંગ્લાદેશીની પિટાઈના નામે વાયરલ…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની હતી, જ્યાં પોલીસ અધિકારીઓ હત્યાના આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા જેથી તેઓ દ્રશ્ય ફરીથી બનાવી શકે. ઘટના દરમિયાન, આરોપીઓને માર મારવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તેને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સામે તાજેતરમાં થયેલી હિંસા સાથે જોડવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પોલીસ અને રસ્તા પર લોકોના ટોળા દેખાય છે. કેટલાક લોકો જાહેરમાં યુવાનોને લાકડીઓથી મારતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “આ ઘટના આસામમાં બની હતી, જ્યાં બાંગ્લાદેશીઓને મારવામાં આવી રહ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ઘટના આસામમાં બની હતી, જ્યાં બાંગ્લાદેશીઓને મારવામાં આવી રહ્યા હતા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોમાં પાલનપુર મીડિયાનું વોટર માર્ક જોયુ હતુ. જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને તેમના ઓફિશિયલ ઈન્સાગ્રામ પેજ પર આ વીડિચો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પાલનપુરના ભરતભાઈ ચૌધરીના મર્ડર કેસમાં પોલીસ દ્વારા તપાસને વધુ મજબૂત બનાવવા માટે આરોપીઓને ઘટના સ્થળે લાવીને રીકન્સ્ટ્રક્શન આવ્યું. ગઠામણ પાટિયા નજીક રામદેવ હોટેલ પાસે આવેલા પાર્લર પર ૨૦ ડિસેમ્બરની રાત્રે બનેલી આ ઘટનાના સમગ્ર ક્રમને આરોપીઓ પાસેથી ફરી રજૂ કરાવવામાં આવ્યો હતો, જેથી ઘટનાની હકીકત સ્પષ્ટ બની શકે. આ રીકન્સ્ટ્રક્શન પ્રથમ પહેલા એરોમા સર્કલ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા બજાર વચ્ચે જ દાખલો બેસી શકે તે માટે જાહેર જનતામાં આરોપીઓને લાવવામાં આવ્યા હતા.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ સ્થળ પરથી ડીવાયએસપી જે. જે. ગામીતની બાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, “ભરતભાઈ ચૌધરી મર્ડર કેસમાં સંડોવાયેલા 8 આરોપીઓને લાવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની વિગતવાર પૂછપરછ કરી ઘટનાના તમામ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન ઘટનામાં તેમજ અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે માહિતી મેળવવામાં આવશે. પોલીસ દ્વારા કેસને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.” 

તેમજ બીજા દિવસે આ જ ઘટનાના મુખ્ય આરોપીને પોલીસ આ જ સ્થળ પર લઈ આવ્યા હતા અને તેની સાથે માહિતી આપી હતી કે, “આજે વહેલી સવારે પાલનપુરમાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાને કેન્દ્રમાં રાખી બનાસકાંઠા પોલીસે ગુનાખોરી સામે કડક સંદેશ આપતો ઉગ્ર દૃશ્ય સર્જ્યો હતો. અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને અત્યારે પણ પેરોલ પર બહાર રહેલો ભાર્ગવ મંડોરા સહિત છ આરોપીઓને દોરડાથી બાંધીને એરોમાં સર્કલ પર લાવી ઘટનાનું hill કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ભાર્ગવ મંડોરાને જાહેરમાં ઊભો રાખી વરઘોડા સ્વરૂપે રજૂ કરાતા જલોકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

તેમજ આ અંગે વધુ માહિતી આપતો અહેવાલ બોમ્બેસમાચાર.કોમ, ન્યુઝ 18 સહિતના મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની હતી, જ્યાં પોલીસ અધિકારીઓ હત્યાના આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા જેથી તેઓ દ્રશ્ય ફરીથી બનાવી શકે. ઘટના દરમિયાન, આરોપીઓને માર મારવામાં આવ્યો હતો. જેને બાંગ્લાદેશી સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગુજરાતના બનાસકાંઠાનો વીડિયો આસામના બાંગ્લાદેશીની પિટાઈના નામે વાયરલ…

Fact Check By: Frany Karia 

Result: False