
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાની ઉંમરમાં કરતબ કરી રહેલો આ બળક કેરળના કન્નૂર ખાતે RSSમાં મુખ્ય શિક્ષક છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાળક ચેન્નઈનો આરવ એજે છે. હાલમાં એ ચેન્નઈ ખાતે સિલંબમ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ વીડિયોને RSS સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તે કાર્તિક છે, ઉંમર 5 વર્ષ, RSS બાલા શાખા, કન્નુર, કેરળના પ્રશિક્ષક 👌👍🇮🇳 RSS આપણા રાષ્ટ્ર માટે શું કરી રહ્યું છે 🚩🚩🚩. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાની ઉંમરમાં કરતબ કરી રહેલો આ બળક કેરળના કન્નૂર ખાતે RSSમાં મુખ્ય શિક્ષક છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને aarav_aj_official નામના એક ઈન્સ્ટાગ્રામ પર 13 જાન્યુઆરી, 2024 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલ આજ વીડિયોના દ્રશ્યો સાથેની એક પોસ્ટ જોવા મળી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આરવની આગ સિલંબમ.
આ પેજ પર આરવના અન્ય ઘણા બધા વીડિયો તેમજ ફોટો જોઈ શકાય છે.
વાયરલ વીડિયોમાં આરવની બે-ત્રણ વીડિયો એકઠા કરવામાં આવ્યા છે. આરવ ચેન્નઇની સિલંબમ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે. સિલંબમ એકેડેમીની યુટ્યુબ ચેનલની સાથે, ઇન્સ્ટાગ્રામ પેજે અન્ય બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા સમાન પ્રદર્શનના વીડિયો અને ફોટા પ્રદાન કર્યા છે.
અમે વધુ માહિતી માટે ચેન્નઈમાં સિલંબમ એકેડેમીનો સંપર્ક કર્યો. કંપનીના માલિક અને પ્રશિક્ષક આકર્ષે અમને જણાવ્યું કે, “વીડિયોમાં આપણે આરવ નામના બાળકને જોઈએ છીએ જે અમારી એકેડેમીમાં તાલીમ લે છે અને ચાર વર્ષની ઉંમરે તાલીમ માટે અહીં આવેલો છોકરા હવે સાત વર્ષનો છે અને અમારી સંસ્થાને કોઈ પણ ધર્મ અથવા રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી અને તમામ ક્ષેત્રના બાળકો અહીં તાલીમ માટે આવે છે. “
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ બાળક ચેન્નઈનો આરવ એજે છે. હાલમાં એ ચેન્નઈ ખાતે સિલંબમ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ વીડિયોને RSS સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
