જાણો અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

False રાજકીય I Political સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવેલો કોમ્પ્યુટરાઝ્ડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 17 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અમેરિકા ના કેલિફોર્નિયા માં આવેલા જંગલો માં વિકરાળ આગ લાગી છે.આ ભયાનક આગ ની ઝપેટ માં પ્રકૃતિ અને પ્રાણીઓ બંને ભુંજાયા છે આ ભયંકર આગ ને બુઝાવવા કર્મચારીઓ ખૂબ જ મથી રહ્યા છે સાથે-સાથે વન્ય પ્રાણીઓ નુ રેસ્ક્યું પણ કરી રહ્યા છે.પરંતુ આ માં સુંદર વાત એ છે કે જે પ્રાણીઓ ને આપણે હિંસક કહી તેમના થી અંતર જાળવીએ છીએ તે ખરા અર્થ માં કેટલા કેટલા સુંદર હોય છે તે તો આ વીડિયો પર થી જ ખબર પડે… પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો @futureriderus નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, વાયરલ વીડિયો વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરની મદદથી બનાવવામાં આવ્યો છે. 

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયોમાં એક કોમેન્ટના જવાબમાં એકાઉન્ટના હેન્ડલ પરથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “આ કોઈ વાસ્તવિક વીડિયો નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે.”

download.png

આ એકાઉન્ટ પર કેલિફોર્નિયામાં લાગેલી આગના અન્ય ઘણા બધા AI વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.

unnamed.png

Instagram 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવેલો કોમ્પ્યુટરાઝ્ડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False