
હાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાન ટીમના પૂર્વ કપ્તાન બાબર આઝમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ટીમને સંબોધીને ઉત્સાહીત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનની ટીમ હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત સામે હારી ગયા બાદનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનની ટીમ હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત સામે હારી ગયા બાદનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સનાઉનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાતે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ મુકવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાની ક્રિકેટ ટીમને ગુરૂવારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી બાબર આઝમની આગેવાની હેઠળની ટીમના T20 વર્લ્ડ કપ 2021માં અભિયાનનો અંત આવ્યો. આ મેચ પહેલા, પાકિસ્તાને તેમની બધી સુપર 12 મેચ જીતી હતી અને ગ્રુપ 2 માં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જોકે, તેઓ સેમિફાઇનલમાં પોતાનો વિજય ક્રમ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા. હાર બાદ પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાં નિરાશાની લાગણી ફેલાઈ ગઈ હતી. કેપ્ટન બાબર આઝમે તેના સાથી ખેલાડીઓને ટુર્નામેન્ટ પછી પણ એકતા જાળવી રાખવા વિનંતી કરી હતી, અને કહ્યું હતું કે આ એક ટીમ તરીકે માત્ર શરૂઆત છે.”

તેમજ વધુ સર્ચ કરતા Livehindustan,com અને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પણ આ જ માહિતી સાથે વર્ષ 2021માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં વર્લ્ડકપના સેમિફાઈનલ બાદનો વીડિયો છે. હાલના વર્લ્ડ કપ સાથે તેનો કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:બાબર આઝમનો 5 વર્ષ જૂનો વીડિયો હાલના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


