શું ખરેખર વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન કનુભાઈ ઠક્કર છે…? જાણો શું છે સત્ય….

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ જોવા મળે છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન અને કચ્છના રહેવાસી કનુભાઈ ઠક્કર છે. જેનું હાલમાં અવસાન થયુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ કનુભાઈ ઠક્કર નહિં પરંતુ શશીકાંત પેડવલ છે. જે સ્વસ્થ છે અને જીવીત છે. કનુભાઈ ઠક્કર હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Tinu Parikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન અને કચ્છના રહેવાસી કનુભાઈ ઠક્કર છે. જેનું હાલમાં અવસાન થયુ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ફેસબુક પર આ વ્યક્તિનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વ્યક્તિનું નામ શશીકાંત પેડવલ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ અમે યુટ્યુબ પર સર્ચ કરતા અમને શશીકાંત પેડવલની યુટ્યુબ ચેનલ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે શશીકાંત પેડવલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો મારો છે અને હું સ્વસ્થ અને જીવીત છુ.” તેમજ તેમણે તેમના ફેસબુક પેજ પર આ અંગે ખુલાસો કરતો વિડિયો પણ મુક્યો હતો. જેમાં માહિતી આપી હતી કે, “છેલ્લા બે દિવસથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે હવે તે આ દુનિયામાં નથી, નામ કનુભાઈ છે અને વિડિયો મારો છે, હું તમને આ મેસેજ દ્વારા જણાવવા માંગુ છું કે હું સ્વસ્થ છું, જીવિત છું.” 

https://www.facebook.com/pedwalshashikant/posts/4497988600267889?__cft__[0]=AZXQscQCuVKHjgDdfHI4krjA8pxVoSD83bNAY_8hlG3q5V0R44-JZD0TCRFKqFI-hoETeQlJUCmFc7QZ1ndaeyiwbQbyQq_gADSU__JPQw_DkPfMqhy3-fgKZd7WMok92Y64_-RmtMS7JYwLSjy5XBy1&__tn__=%2CO%2CP-R

Archive

કનુભાઈ ઠક્કર કોણ હતા.?

ભચાઉના ડુપ્લીકેટ બચ્ચન (કનુભાઈ)ના નામથી ઓળખતા અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ કનૈયાલાલ (કનુભાઈ) લાલભાઈ ઠક્કરનું અવસાન થયુ છે. તેઓ અમિતાભ બચ્ચનના જન્મદિવસે તેમના ઘર જલસામાં શુભેચ્છાઓ આપવા પહોંચ્યા હતા તથા બિગ બી તેઓને કચ્છના કનુભાઈને બોલાવો કહીને અંદર બોલાવી મુલાકાત કરતા હતા. કનુભાઈ ઠક્કર ઉર્ફે કનુભાઈ ડોન તરીકે ભચાઉમા ઓળખ ધરાવતા હતા તેમનુ નિધન 26 ડિસેમ્બર 2021ના થયુ હતુ.

IAMGUJARAT | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ કનુભાઈ ઠક્કર નહિં પરંતુ શશીકાંત પેડવલ છે. જે સ્વસ્થ છે અને જીવીત છે. કનુભાઈ ઠક્કર હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન કનુભાઈ ઠક્કર છે…?

Fact Check By: Yogesh Karia 

Result: Partly False