તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ફરકાવવામાં આવી રહેલા તિરંગાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેરળ ખાતે ફરકાવવામાં આવેલો તિરંગો ફસાઈ જતાં એક પક્ષી દ્વારા તેને ખોલવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પક્ષી દ્વારા ખોલવામાં આવેલા તિરંગાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભ્રામક છે આ વીડિયોને હકીકતમાં બીજા એંગલથી જોવો તો ખ્યાલ આ છે કે પક્ષી તો બાજુના ઝાડની ડાળી પર બેસીને ઉડી જાય છે પરંતુ વાયરલ વીડિયોના એંગલ પરથી એવું લાગે છે કે પક્ષીએ તિરંગો ખુલ્લો કર્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ઘટના કેરળમાં બની! સલામી આપતાં ત્રિરંગો ધ્વજ અટકી ગયો એ સમયે એક પંખીએ આવીને એની ચાંચ વડે ખોલી ને ફરકાવ્યો🙏🚩જય હિન્દ!!! ભારત વર્ષો સુધી અમર રહે !!. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેરળ ખાતે ફરકાવવામાં આવેલો તિરંગો ફસાઈ જતાં એક પક્ષી દ્વારા તેને ખોલવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો એક બીજા એંગલથી લેવામાં આવ્યો હોવાનો વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા 17 ઓગસ્ટ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ટ્વિટર યુઝરે પણ વાયરલ થઈ રહેલા વીડિયોને ફેક ગણાવીને આ બીજા એંગલથી લીધેલો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ઉડીને આવેલું પક્ષી બાજુના ઝાડની ડાળ પર બેસે છે અને તિરંગો ફરકવાની સાથે જ તે ઉડીને જતું રહે છે.

Archive

નીચે તમે વાયરલ વીડિયો અને બીજા એંગલથી લોવામાં આવેલા ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પક્ષી દ્વારા ખોલવામાં આવેલા તિરંગાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભ્રામક છે આ વીડિયોને હકીકતમાં બીજા એંગલથી જોવો તો ખ્યાલ આ છે કે પક્ષી તો બાજુના ઝાડની ડાળી પર બેસીને ઉડી જાય છે પરંતુ વાયરલ વીડિયોના એંગલ પરથી એવું લાગે છે કે પક્ષીએ તિરંગો ખુલ્લો કર્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં ફરકાવતી સમયે અટકી ગયેલા તિરંગાને પક્ષીએ ખોલ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False