વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા એક મુસ્લિમ વ્યક્તિના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

રસ્તા પર બેસીને રડતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને બાંગ્લાદેશની સ્થિતિ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે, “બાંગ્લાદેશમાં એક હિન્દુ પિતા તેના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશમાં એક હિન્દુ પિતા તેના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં અમે વાયરલ વીડિયોની કેટલીક તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે, વાયરલ વીડિયોનું લાંબુ સંસ્કરણ બાંગ્લાદેશની સત્તાવાર યુટ્યુબ ચેનલ સમકાલ ન્યૂઝ પર જોવા મળ્યું હતું. આ વીડિયો 13 ઓગસ્ટ 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. સામકાલ ન્યૂઝે વાયરલ વીડિયોમાં જોવા મળતા વૃદ્ધનો ઈન્ટરવ્યુ લીધો છે.

મળતી માહિતી મુજબ, વ્યક્તિનું નામ મોહમ્મદ બાબુલ હવાલદાર છે અને તે તેના પરિવારના સભ્યો સાથે તેના ગુમ થયેલ પુત્ર માટે વિરોધ કરી રહ્યો હતો.

આ ઇન્ટરવ્યુની 6 મિનિટ 46 સેકન્ડમાં, તે કેમેરાને પરબિડીયું બતાવે છે જેમાં તેના પુત્ર, પોતાનું અને તેની પત્નીના નામ લખેલા હોય છે. ગુમ થયેલા પુત્રનું નામ પરબીડિયા પર મોહમ્મદ સની હવાલદાર લખેલું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ હિંદુ નથી પણ મુસ્લિમ છે.

અમે વાયરલ વીડિયોમાં જોવા મળેલી વ્યક્તિ અને ન્યૂઝ ચેનલ પર જોવા મળેલી વ્યક્તિનું વિશ્લેષણ કર્યું. જેના કારણે બંને વ્યક્તિઓ એક જ હોવાનું સ્પષ્ટ થયું હતું.

પ્રાપ્ત માહિતીનો સહારો લેતા અને વધુ શોધખોળ કરતા અમને આ ઘટના સાથે જોડાયેલા ઘણા મીડિયા રિપોર્ટ્સ મળ્યા. જે અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

અહેવાલો અનુસાર, છેલ્લા 15 વર્ષમાં અવામી લીગ સરકારના શાસન દરમિયાન સોથી વધુ પરિવારોના ગુમ થયેલા સંબંધીઓને શોધવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધમાં, ગુમ થયેલા લોકોના પરિવારોએ હેર રોડ પર નેશનલ ગેસ્ટ હાઉસ યમુનાની સામે તેમના ગુમ થયેલા સંબંધીઓના ફોટા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

દેશ રૂપાંતર ચેનલ દ્વારા પ્રકાશિત અહેવાલો અનુસાર, 13 ઓગસ્ટ, 2024 ના રોજ, ગુમ થયેલા લોકોના પરિવારોએ બાંગ્લાદેશમાં પ્રદર્શન કર્યું હતું.

આ સમાચારના વીડિયોમાં વાયરલ થયેલા વીડિયોમાં વૃદ્ધ છાતી પર દબાવેલ ફોટોગ્રાફ સાથે રોડ પર પડેલો જોવા મળે છે. વીડિયોમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ તેમના પરિવારના સભ્યોની તસવીરો લઈને રસ્તા પર વિરોધ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં, ધરણા પર બેઠેલી મોટાભાગની મહિલાઓ બુરખો પહેરે છે, તેથી હિન્દુ સમુદાય દ્વારા ધરણા અંગે કરવામાં આવેલો દાવો ભ્રામક છે.

તે જ સમયે ANIએ પણ ખોટા દાવા સાથે વાયરલ વીડિયો શેર કર્યો હતો. જેના પગલે ANI એ સ્પષ્ટતામાં એક પોસ્ટ પ્રકાશિત કરીને સુધારો જારી કર્યો અને કહ્યું, “નીચેની ટ્વિટ દૂર કરવામાં આવી છે કારણ કે તે વ્યક્તિ બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ સમુદાયમાંથી નથી. ભૂલ બદલ માફ કરશો.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા એક મુસ્લિમ વ્યક્તિના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા બાંગ્લાદેશી મુસ્લિમનો વીડિયો હિન્દુ તરીકે વાયરલ…

Fact Check By: Frany Karia

Result: Misleading