હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની ઘટના છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાનો છે. જે વિડિયો પ્રાણીશાસ્ત્રી ડોલ્ફ સી વોલ્કરનો છે. મંદિરના પુજારીનો હોવાની વાત ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Lilaji M Odedara Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની ઘટના છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને IFS ઓફિસર પ્રવિણ કસવાનનું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ તેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડોલ્ફ સી વોલ્કર છે.

ARCHIVE

તેમજ આ ક્લુના આધારે સર્ચ કરતા અમને ડોલ્ફ સી વોલ્કર દ્વારા તેમની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ એક પ્રયોગ હતો. જે દક્ષિણ આફ્રિકામાં વોલ્કર દ્વારા સંચાલિત કરવમાં આવેલા ચિતા અનુભવ એક ચીતા પ્રજનન કેન્દ્ર છે. જેમણે ત્યાં ત્રણ ચીતા સાથે અમુક રાત વિતાવવાની અનુભતી મળી હતી.” આ સપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ પડતાલમાં અમને જાણવા મળ્યુ હતુ કે, વોલ્કરે આ જ વિડિયો તેમના ટ્વિટર પર શેર કરી હતી અને તે જ વિડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો, તે પ્રોફાઇલનું નામ ‘ધ ચિતા વ્હિસ્પરર’ છે. તેમની યુટ્યુબ ચેનલ પરના તેમના બાયો અનુસાર, તે પ્રાણી અધિવક્તા છે અને તે પ્રાણીશાસ્ત્રની ડિગ્રી ધરાવે છે અને પ્રાણીઓની વર્તણૂકથી મોહિત છે અને તેમનો અભ્યાસ કરે છે. આ યુટ્યુબ ચેનલ પર, અમે જોયું કે તેમની પાસે 5.33 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને ચિત્તાના મોટી સંખ્યામાં વિડિયો ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાનો છે. જે વિડિયો પ્રાણીશાસ્ત્રી ડોલ્ફ સી વોલ્કરનો છે. મંદિરના પુજારીનો હોવાની વાત ખોટી છે.

Avatar

Title:શું ખરેખર સાવરકુંડલા પાસેના પિળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False